વાયબ્રન્ટમાં વિદેશીઓને પાણીપુરીનો સ્વાદ ચખાડવા સીએમની જાહેરાત

1315

આગામી જાન્યુઆરી મહિનામાં આયોજિત થનારી વાઈબ્રન્ટ સમિટમાં આવનારા મહેમાનો પાણીપુરી ખાવાની મજા માણવાના છે. કારણ કે આ વખતે વાઈબ્રન્ટ સમિટમાં પાણીપુરીનો સ્ટોલ હશે. જેમ વાઈબ્રન્ટમાં આવનારા મહેમાનો માટે ચા-કોફીના મશીન મૂકવામાં આવશે, તેવી જ રીતે પાણીપુરીના પણ મશીન મૂકાશે. વાઈબ્રન્ટ સમિટમાં પાણીપુરીના મશીન હોવાની જાહેરાત સીએમ વિજય રૂપાણીએ કરી છે.

ગાંધીનગરમાં આયોજિત ખાદ્ય ખોરાક ૨૦૧૮ની પ્રદર્શનીમાં સીએમ વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે સંબોધન કરતા કહ્યુ કે વાઇબ્રન્ટમાં ચા અને કોફી ના કપ મૂકીએ છીએ તેમ આ વખતે પાણી પુરીના મશીન પણ મુકવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૯નું ખાસ આકર્ષણનું કેન્દ્ર ઓટોમેટીક પાણીપુરીના મશીનો બનશે. પાણીપુરીમાં સ્વાદિષ્ટ પાણી ઉમેરવા માટે હાથનો ઉપયોગ નહીં કરવો પડે. આ મશીનો દ્વારા ગ્રાહકોની પસંદગી પ્રમાણે મશીનમાં જ પાણી મિક્સ થઈને પુરીમાં ભરવામાં આવશે.

વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૯માં પાણીપુરીના ૨૦ જેટલા મશીનો મુકવામાં આવશે અને આવનાર મહેમાનો પાણીપુરીનો આ સ્વાદ માણશે.

Previous articleભાજપના તમામ MP-MLA અને આગેવાનોને આદેશ, જસદણમાં જોર લગાવો
Next articleચોટીલામાં ચાલુ કોર્ટે દિપડો ઘુસતા દોડધામ