ચોટીલામાં ચાલુ કોર્ટે દિપડો ઘુસતા દોડધામ

604

ગુજરાતમાં દીપડાનો આતંક ધીરે ધીરે વધી રહ્યો છે. આ આતંક એટલી હદે વધી ગયો છે કે, દીપડાઓ હવે રહેણાંક વિસ્તારોમાં ઘૂસીને માનવો પર હુમલા કરી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્ર નગરના ચોટીલાની કોર્ટમાં દીપડો ઘૂસી જવાનો હાલ બનાવ બન્યો છે. ચાલુ કોર્ટમાં દીપડો ઘૂસી જતા ભારે નાસભાગ મચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના ચોટીલામાં કોર્ટમાં દીપડો ઘૂસી જવાનો બનાવ સામે આવ્યો છે.

અચાનક દીપડો સામે આવતા કોર્ટમાં રહેલ વકીલો, અરજદારો પહેલા તો ગભરાી ગયા હતા, બાદમાં તમામ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યારે હાલ તો દીપડાને કર્મચારી રૂમમાં પૂરી દેવાયો છે, અને વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી છે. દીપડાને લઇ સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. દીપડાને જોવા માટે કોર્ટની બહાર ભીડ જામી ગઈ છે.

Previous articleવાયબ્રન્ટમાં વિદેશીઓને પાણીપુરીનો સ્વાદ ચખાડવા સીએમની જાહેરાત
Next articleNIAએ કરી બે આરોપીઓની ધરપકડ, ગુજરાતમાં  RDX બ્લાસ્ટ કરવાના હતા