આદર્શ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ કચ્છના પ્રવાસે

1178

આદર્શ પ્રાથમિક શાળામાં અભ્યાસક્રમના ભાગરૂપે કચ્છના ધાર્મિક ઐતિહાસિક તથા રમણિય સ્થળો જેવા કે ભુજ, ભુજોડી, માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, ગોધરા (અંબેધામ) માંડવી, કાંતિતીર્થ, ૭ર જીનાલય જોડણીના અંજાર અને ચોટીલાની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓને દરેક સ્થળોનું ઐતિહાસિક મહત્વ સમજવવામાં આવેલ. દરેક વિદ્યાર્થીઓએ સાંજે અહેવાલ લેખન કરેલ. બાળકોએ માંડવીના દરિયા કિનારે ન્હાવાના આનંદ લીધેલ. ઉંટ સવારી કરેલ. વિદ્યાર્થીઓને કચ્છની ભૌગોલિક પરિસ્થિતિનો પણ ખ્યાલ આવેલ.

આ પ્રવાસમાં ધોરણ ૪ થી ૮ના વિદ્યાર્થીઓ જોડાયા હતાં. પ્રવાસને સફળ બનાવવા શાળાના આચાર્ય ઓધાભાઈ બારૈયા, કૈલાસબેન, મમતાબેન, છાયાબેન, અનિશાબેન, જયાબેન, યોગિતાબેન, અલ્પાબેન, શિલ્પાબેન, મિતલબેન, અસ્મિતાબેન તથા સર્વોએ જહેમત ઉઠાવીહ તી. સંપર્ણ પ્રવાસ નિર્વિઘ્ને પુર્ણ કોળિયાક પરત ફર્યા હતાં.

Previous articleજાફરાબાદ ધારાબંદર ગામે મહાયજ્ઞનું આયોજન
Next articleપુત્રના લગ્નના ચાંદલાની રકમ ૧.ર૧ લાખ ગૌશાળામાં અર્પણ