ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી SOG

890

ભાવનગર જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલ  ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની માહીતી મેળવવા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. મુકેશભાઇ પરમાર તથા અબ્બાસઅલી દેવજીયાણી ને સંયુકતમાં મળેલ બાતમી આધારે અલંગ પો.સ્ટે. ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી રમેશભાઇ વેરશીભાઇ વાધેલા જાતે-દે.પુ. ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહેવાસી ગામ- ગરીપરા તા.ઘોઘા જી.ભાવનગર  હાલ રહે- રાજકોટ હાજી ડેમ રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે ઝુપડપટ્ટીમાં જી.રાજકોટ વાળાને સથરા ચોકડી પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી અલંગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Previous articleભાવનગર એનએસએસ દ્વારા સ્વચ્છતા અભિયાન માટે રેલી યોજાઈ
Next articleઘોઘા રોડ ખાતેના મોટા શિતળા માતાજીના નવા મંદિરમાં પધરામણી