ભારતના સાચા સરદારની ઓળખ

970

મિત્રો આપણને ખ્યાલ છે. સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કોણ ભારતના સાચા શિલ્પી એટલે સરદાર ખરેખર ભારત દેશના લોખંડી પુરૂષ ભારતને એક તાંતણે બાંધનાર એટલે સરદાર ભણી દેશના એક મહા માનવે દેશ માટે શું નથી કર્યુ માટે જ મને જુનાગઢ નવાબ સામે સરદારની ચાણકય નીતિનો વિજય થયો હતો. દેશ આખો આઝાદીના પવનમાં મદહોશ હતો ત્યારે ૧પ ઓગષ્ટ ૧૯૪૭ની સવારે કોણ જાણે કેમ જુનાગઢના બાળી વંશના નવાબ અને દીવાનને શું કું બુધ્ધિ સુઝિ કે તેમણે પાકિસ્તાન સાથે જોડવાની જાહેરાત કરી.

આરઝી હકુમતની સ્થાપનાએ સરદારની ત્વરિત તિક્ષ્ણ બુધ્ધિનું પરિણામ હતું માત્ર બે મહિનામાં જ બાબી વંશના છેલ્લા નવાબને તેના દિવાનને ઉભી પુંછડીએ રાતોરાત હવાફેરના બહાના હેઠળ હવાઈ માર્ગે કરાંચી ભણી જવું પડયું.  મહાત્માજી સાથે ૧૯૩૦ની શરૂઆતના વર્ષામાં યરવડામાં કરાવાસ વેઠનાર સરદારની સેવાથી ગદ્દગદિત થયેલા ગાંધીજી કહે છે કે સરદારે મારી જે રીતે કાળજી કરી તેનાથી મને મારીમાં સાંભરી આવી. સરદારના આ ગુણોથી હું અજાણ હતો કમનસીબે સરદાર માટે પોતાના બે બાળકોના ઉછેરમાં સમય ન રહેવાથી જે વિષાદ પેદા થયો તે સરદારના અંગત જીવનની કરૂણતા છે. ર્માં વિહોણા બાળકોને સાંત્વના આપવા સરદાર જે શબ્દ્યોનો ઉપયોગ કરે છે તે તેની હૃદય વ્યથા દર્શાવે છે.

હિન્દુસ્તાનમાં કોંગ્રેસની ૧પ પ્રાંતિક સમિતિઓ હતી. તેમાંથી ૧ર સમિતિઓએ કોંગ્રેસ પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સુચવ્યું હતું. કોંગ્રેસ પક્ષ માટે સરદાર મોટા ગજાના વહીવટકાર, સંયોજક અને વરિષ્ઠ આગેવાન હતાં.

માટે જ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણે કહ્યું હતું કે આધુનિક ભારતા શિલ્પી તરીકે સરદારજીનું નામ અમર રહેશે. સરદાર સાહેબના વિચારો અને તેમના શબ્દો હતા કે આ ધરતી પર જો કોઈને પણ છાતી કાઢીને ચાલવાનો અધિકાર હોય તો તે ધરતમાંથી ધન ધાન્ય પેદા કરનાર ખેડુત ને જ છે. આ રાજયમાં એને (કિસાનને) સૌ કોઈ બિચારો, ગરીબ, કંગાળ, મુરખ કહીને ઠેબે ચઢાવે છે. આ રાજયમાં તેની ગણતરી માણસ તરીકે નથી થતી તમે એક પણ ચોપડી ન વાંચો ત ચાલે ચારિત્ર્ગય ખીલ્યું હશે તો બુધ્ધિ તો ખુબ ખીલવાની છે.

આ ભુમિમાં એક વસ્તુ છે કે ગમે તેટલી ચડતી – પડતી થાય તોંય પુણ્યશાળી આત્માઓ એમા પેદા થાય છે. ગુજરાતની પ્રજાને હું તેજસ્વી જોવા ઈચ્છું છું હું ગુજરાતીઓને કહું છું કે તમે શરીરે ભુલે દુબળા યે પણ કાજું વાધ સિંહનું રાખો, સ્વમાન ખાતર મરવાની તાકાત હૃદયમાં રાખો મહાત્મા ગાંધીજી પણ સરદાર સાહેબ વિશે કહેતા એક બાજુ પોલાદી ઈચ્છાશક્તિ સ્પષ્ટ અને કઠોર નિર્ણાયકતા ત્યા બીજી બાજુ કરૂણા સભર મૃદુ અને લાગણીશીલ હૃદયવાળું વ્યક્તિત્વ સરદાર પટેલનું આવા વિરોધાભાસથી ભરેલુ વ્યક્તિત્વ્‌ મારી સ્મૃતીમાં કાયમ અંકિત થયેલું રહેશે.

Previous articleકતારગામ પોલીસ સ્ટેશનનાં ગુનામાં નાસતો-ફરતો આરોપી પકડી પાડતી ગારીયાધાર પોલીસ
Next articleહુક્કા,સેક્સ,દારૂ અને કતલખાનાના અડ્ડાની સ્પ્રિંગ જેટલી દબાવશો એટલી વધારે ઉછળશે