થાઈલેન્ડની ઈન્તાનોનને હરાવી પી વી સિંધૂનો ફાઈનલમાં પ્રવેશ

805

ભારતીય બેડમિન્ટન સ્ટાર પી વી સિંધૂએ વર્લ્ડ ટુર ફાઈનલ્સમાં તેના વિજયરથ આગળ ધપાવતા ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. સિંધૂએ શનિવારે રમાયેલી રોમાચંક મેચમાં સિંધૂએ થાઈલેન્ડની રચનોત ઈન્તાનોનને ૨૧-૧૬, ૨૫-૨૩થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ સાથે જ હવે ફાઈનલમાં સિંધૂની ટક્કર નોઝોમી ઓકુહારા સાથે થશે. સિંધૂએ ક્વાર્ટર ફાઈનલમાં યુએસની બીવેન ઝાંગને સરળતાથી પરાસ્ત કર્યા બાદ આજે રમાયેલી સેમીફાઈનલમાં ઈન્તાનોને પ્રથમ સેટમાં આસાનીથી હરાવી હતી. જો કે થાઈલેન્ડની ખેલાડી બીજા સેટમાં ખુબજ સાવધ બની ગઈ હતી અને દરેક પોઈન્ટ માટે પડાપડી જોવા મળી હતી. સિંધૂએ પોતાની જાદૂઈ રમત દાખવી અને આખરે ક્રોસ કોર્ટ સ્મેશ દ્વારા તેમજ ગ્રાઉન્ડને સારી રીતે કવર કરીને રમત રમતા તેણે આ મેચ પોતાના નામે કરી લીધી હતી. થાઈલેન્ડની બેડમિન્ટન ખેલાડી ઈન્તાનોને બીજા રાઉન્ડમાં સિંધૂ સામે ઘણા બોડી શોટ રમ્યા હતા જેથી શરૂઆતમાં સિંધૂને મુશ્કેલી પડી હતી. જો કે ભારતીય બેડમિન્ટન સ્ટાર સિંધૂએ વિસમ પરિસ્થિતિમાં પોતાની આગવી રમતનું પ્રદર્શન જારી રાખીને મજબૂતી સાથે ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આવતીકાલે ફાઈનલમાં સીંધૂનો મુકાબલો જાપાનની વર્લ્ડ નંબર ૫ નોઝોમી ઓકુહારા સાથે થશે.

Previous articleપતિના કારણે તેના જીવનની પ્રાથમિકતા બદલાઇ ગઇ છે
Next articleન્યૂઝીલેન્ડ સિરિઝ માટે લાસિથ મલિંગાને શ્રીલંકાએ કેપ્ટન બનાવ્યો