માણસા પાલિકાના બે કર્મીઓને સ્વચ્છતા પ્રોજેક્ટ એવોર્ડ મળ્યા

910

સ્વચ્છ ભારત મિશન (અર્બન) વર્કશોપ ૨૦૧૮ અંતર્ગત તારીખ ૪ થી ૬ ડિસેમ્બર સુધી અમદાવાદમાં સરકાર દ્વારા પાલિકાના કર્મચારીઓને ટ્રેનિંગ માટે બોલાવાયા હતા. તેમાં સ્વચ્છતા બાબતે મોડેલ ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ બાબતે ટ્રેનિંગ આપ્યા બાદ આ રીપોર્ટ બનાવવા માટે ઉપસ્થિત તમામ કર્મચારીઓનો ટેસ્ટ લેવામાં આવ્યો હતો. જેમાં માણસા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ ચારણ અને આનંદકુમાર ઠાકોર બંનેએ ટ્રેનિંગને અનુરૂપ પરફેક્ટ રીતે તે પ્રોજેક્ટને રજૂ કરતા આ બંને કર્મચારીઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Previous articleઓલ ઇન્ડિયા કેન્સર કેર પ્રોગ્રામમાં જાગૃતિ લાવવા મંથન
Next articleસેકટર – રર રંગમંચ ખાતે ગીતાના શ્લોકો દ્વારા વિદ્યાર્થીઓનું ગુંજન