RLSPમાં ભાગલા : કુશવાહ એકલા પડી ગયા

599

એનડીએ સાથે છેડો ફાડી લેનાર રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના બે ભાગલા થઈ ગયા છે. બિહારમાં ઇન્જીઁના તમામ બે ધારાસભ્યો અને એકમાત્ર સભ્યએ એનડીએ સાથે રહેવાની જાહેરાત કરી દીધી છે. આની સાથે જ આરએલએસપી ઉપર પોતાના દાવો પણ કરી દીધો છે. આ નેતાઓએ પોતાનો અસલ આરએલએસપી નેતા તરીકે ગણાવીને અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહ પર વ્યક્તિગત રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો હતો.

પટણામાં આરએલએસપીના બંને ધારાસભ્યો સુધાંશુ શેખર અને લલન પાસવાનની સાથે સભ્ય સંજીવ શ્યામસિંહે પત્રકાર પરિષદમાં એનડીએમાં રહેવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ એનડીએમાં હતા અને આગળ પણ એનડીએમાં જ રહેશે. તેમણે ઉમેર્યું હતું કે આરએલએસપી એનડીએ સાથે ક્યારેય પણ અલગ થઈ નથી. થોડાક દિવસ પહેલા જ પૂર્વ આરએલએસપીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહે એનડીએમાં સન્માન ન મળવાના કારણે અલગ થવાની જાહેરાત કરી હતી. એમ માનવામાં આવે છે કે લોકસભા ચુંટણીમાં બેઠકોની વહેંચણીને લઈને કુશવાહ નાખુશ હતા.

ઇન્જીઁના નેતા સંજીવ શેખરે એનડીએ નેતૃત્વ ઉપર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે બિહાર વિધાન મંડળમાં આરએલએસપીના ત્રણ સભ્યો એનડીએની સાથે છે. એનડીએના નેતૃત્વ પર પ્રશ્ન ઉભા કરનાર ભાગીદારીના હિસાબથી પણ હિસ્સેદારીની માંગ કરી હતી. એનડીએને મજબૂત કરવાનું કામ કરવાની તેઓએ જાહેરાત કરી હતી. આ ત્રણેય નેતાઓએ આરએલએસપી પર દાવો કર્યો હતો અને કહ્યું હતું કે જરૂર પડશે તો આ લોકો મળીને ચુંટણી પંચ સમક્ષ રજુઆત કરશે. આરએલએસપીના મોટાભાગના કાર્યકરો પણ તેમની સાથે છે. ઉપેન્દ્ર કુશવાહ પર વ્યક્તિગત રાજનીતિ રમવાનો આક્ષેપ કરતા જણાવવામાં આવ્યું હતું કે માત્ર પોતાના લાભની વાત કરનાર નેતા તરીકે ઉપેન્દ્ર કુશવાહ છે. તેને પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી.

Previous articleરાજસ્થાનમાં મુખ્ય પ્રધાન તરીકે ગહેલોતની ૧૭મીએ તાજપોશી
Next articleછોટા શકીલના ભાઈની આબૂધાબી એરપોર્ટથી ધરપકડ