તા.૧૭-૧૧-ર૦૧૮ થી ૨૩-૧૨-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય

1488

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો સતત કાર્યશીલ રહેવાનું સુચવે છે. મહત્વના કાર્યો આજે જ પુર્ણ કરવા જરૂરી છે. નવા કાર્ય્નીશ ુભ શરૂઆત પણ આ જ સપ્તાહમાં કરી લેવી જરૂરી બનશે. નહીં તો ભવિષ્યના સમયમાં જ રાહુ ગુરૂ સાથે રાશીપત્તી મંગળગ્રહનો બંધનયોગ પણ દોઢ માસે મળી રહ્યો છે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જેાહર જીવન જળવાઈર હેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી લાભ રહેશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગૌચર ગ્રહોનું ભ્રમણ – શનિગ્રહની પનોતી અને સાથે સુર્યગ્રહની યુતિ વધુ પડતો આત્મવિશ્વાસ અને અપેક્ષા નિરાશા અને નિષ્ફળતાનું કારણ બની શકે છે. તેથી સંતોષી નર સદા સુખી તે વાકય યાદ રાખવું જરૂરી છે. નવા કાર્ય્‌ માટે સમય શુભ નથી. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં સહી સિક્કાનીબ ાબતોમાં ધ્યાન રાખવું પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો, આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે શુભ સમય રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યના અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ કાર્ય સફળતાના યોગ જરૂરી આપે છે. માત્ર મૌન બનીને કાર્યોમાં જ એકાગ્રતા કેળવવી જરૂરી છે. ખાસ કરીને મહત્વ્ના નિર્ણયોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. માટે કાલ્પનીક ભયનો ત્યાગ કરીને સમયનો સદ ઉપયોગ કરી લો. મિલ્કત અને વારસઈા કાર્યોથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે બુધવારના વ્રત અને સરસ્વતીનુ પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોનો સહકાર મળે છે. અને સપ્તાહના અંત સમયથી મંગળ ગ્રહનો બંધનયોગ પણ પુર્ણ થાય છે. તેથી ધીમી ગતીએ કાર્ય સફળતાના યોગ મળી શકે છે. માત્ર અન્યની સલાહ માનવી જરૂરી બનશે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનની લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્ય્થી આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે સોમવારના વ્રત અને ગણપતિનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ રાહુ અને ગુરૂ ગ્રહના અશુભ બધનયોગના સમયમાં પણ કાર્ય સફળતાના યોગ મળી શકે છે. માત્ર મોજ શોખ અને આળસવૃત્તિનો ત્યાગ કરવો જરૂરી છે. નહીતો સપ્તાહના અંતથી મંગળગ્રહ પણ દોઢ માસ માટે અશુભ બંધનયોગ આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનુ નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે કપરો સમય મળી શકે છે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ કાર્યસફળતાના યોગ દરેક ગ્રહો આપી રહ્યા છે માત્ર શનીની પનોતી સાથે સુર્યગ્રહનો બંધનયોગ જિદ્દી સ્વભાવ અને વધુ પડતી અપેક્ષા નો ત્યાગ કરવાનું સુચવે છેે. વર્તમાનમાં જીવવાથી વધુ લાભ મળશે મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહી સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્ર ફળદાયી સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શિવાદથી દિન પ્રતીદીન પ્રગતી મળતી રહેશે જન્મના ગ્રહો અને ઈશ્વરના આર્શીવાદ હશે તો આ સમયમાં આપની દરેક મનોકામના પૂર્ણ થશે માત્ર દોરા ધાગાના કાર્યોથી દુર રહેવું મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે ભાઈ બહેનોનુ આરોગ્ય ચિંતા આપી શકે છે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શૂભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શુક્રવારના વ્રત અને સરસ્વતીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ હજુ આ સપ્તાહમા યથાવત પરિસ્થિતીનું નિર્માણ કરે છે પરંતુ સપ્તાહના અંતથી દોઢ માસના બંધનયોગથી મુક્તિ મળે છે રાશી પતી મંગળગ્રહના આર્શીવાદ મળશે માત્ર થોડા સમય રાહ જોવી જરારી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને મુસાફરીથી સંભાળવુ જરૂરી બનશે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્ર ફળદાયી સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્ર આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર શની સૂર્યની અશુભ યુતી અને રાહુગ્રહ સાથે ગુરૂગ્રહનો બંધનયોગ આર્થિક માન્સીક અને શારિરીક ત્રણેય રીતે અશુભફળ આપી શકે છે. માત્ર પરાક્રમ સ્થાનની પ્રબળતા યેનકેન પ્રકારે સફળતા આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોસાથે વિવાદો ન સર્જાય તે જોશો સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થઇતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો પ્રથમ તબક્કો અને સાથે સૂર્ય ગ્રહનો બંધન નવા કાર્યોમાં સમય શુભ નથી મળતો માત્ર ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં સહી સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી ઠીક રહેશે જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે જન્મના ચંદ્ર ઉપર મંગળનુ ભ્રમણ શુભ લક્ષ્મીયોગ આપે છે. માત્ર કેતુગ્રહનો બંધનયોગ નિર્બળ વિચારો અને કાલ્પનીક ભય આપે છે. તેથી આત્મવિશ્વાસ જરૂરી બનશે મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે આપના માટે શનિવારના વ્રત અને સરસ્વતીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે. માત્ર મંગળગ્રહનો બંધનયોગ હજુ સપૂર્ણ સપ્તાહ મળી રહ્યો છે. તેથી આવશે અને ઉશ્કેરાટથી કોઈ નિર્ણય ન લેવાય તેનું ધ્યાન રાખવુ ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતીનું પૂજન કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્ર ફળદાયી સમય રહેશે.

Previous articleગાંજાના કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસઓજી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે