લેન્ડ રેકર્ડઝ કચેરીના કર્મચારીઓ દ્વારા અન્યાય સામે આંદોલન શરૂ

1124

ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગના સેટલમેન્ટ કમિશ્નર દ્વારા લેન્ડ રેકર્ડઝ કચેરીના વર્ગ-૩ના કર્મચારીઓ ઉપર રીસર્વેની કામગીરીનો બોજો નાખવાના વિરોધમાં કર્મચારીઓ દ્વારા આજથી કાળી પટ્ટી ધારણ કરવા સાથે આંદોલનના મંડાણ કર્યા હતા અને અન્યાયનો વિરોધ કર્યો હતો.

કરોડો રૂપિયાનો ખર્ચ કરીને મહેસુલ વિભાગ દ્વારા ખાનગી એજન્સીને રીસર્વેની કામગીરી સોંપાઈ જે ખોટી કામગીરી થતા તંત્ર દ્વારા લેન્ડ રેકર્ડઝ કચેરીના વર્ગ-૩ના કર્મચારીઓ ઉપર દબાણ લાવી માનસિક ત્રાસ અપાતા રાજ્યભરના કર્મચારીઓ દ્વારા આજથી તંત્ર સામે આંદોલનના મંડાણ કર્યા છે. જેમાં આજથી પાંચ દિવસ કાળી પટ્ટી ધારણ કરીને કામગીરી કરાશે. જ્યારે તા.ર૪ થી ર૯ સુધી પ્રતિક ધરણા તેમજ ૩૧ ડિસેમ્બરે માસ સીએલ મુકી વિરોધ કરાશે.

ખાનગી એજન્સી દ્વારા રીસર્વેની કામગીરી ખોટી રીતે કરવામાં આવી છે. સ્થળ ઉપર જઈને માપણી કરવામાં આવેલ નથી. જેથી સર્વે નંબરોની નવેસરથી માપણી કરી તેના નકશા અને ક્ષેત્રફળમાં સુધારો કરવાનો થાય. ત્યારબાદ સુધારા દરખાસ્ત થાય તે સુધારો કરવા માટે વધુ સમય જોઈએ તેમ છતાં વડી કચેરી દ્વારા દરરોજની આઠ વાંધા અરજીની માપણી કરવા તથા પાંચ દરખાસ્ત તૈયાર કરવાની કામગીરી કરવા માટે ત્રાસ આપવામાં આવતા વર્ગ-૩ના કર્મચારીઓ દ્વારા આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે.

Previous articleCISF દ્વારા ગરીબોને ધાબળા વિતરણ
Next articleકાળીયાબીડમાં દબાણ મામલે બબાલ મ્યુ. તંત્ર અને બિલ્ડર આમને-સામને