બે મેટ્રો પ્રોજેક્ટ સહિત ૩૩૦૦૦ કરોડની યોજનાઓના શિલાન્યાસ

690

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ સાથે જોડાયેલા થાણેમાં બે મેટ્રો પ્રોજેક્ટની શિલાન્યાસની વિધિ કરતી વેળા કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ કોંગ્રેસના શાસન દરમિયાન મેટ્રો યોજનાની અવગણના કરવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે, આ વર્ષના ગાળા દરમિયાન માત્ર ૧૧ કિલોમીટર મેટ્રોનું કામ થયું હતું. મોદીએ આ ગાળા દરમિયાન કહ્યું હતું કે, ૨૦૧૪ બાદ મેટ્રો લાઇન બિછાવવાને ગતિ મળી છે. મોદીએ મેટ્રો પ્રોજેક્ટ સહિત ૩૩૦૦૦ કરોડની યોજનાઓના શિલાન્યાસની વિધિ કરી હતી. અગાઉની સરકારો ઉપર પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું હતું કે, મુંબઈમાં ૨૦૦૬માં મેટ્રો યોજનાની શરૂઆત થઇ હતી પરંતુ આઠ વર્ષ સુધી કોઇ કામગીરી થઇ શકી ન હતી. મામલા અટવાઈ પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પહેલી લાઈન આઠ વર્ષ બાદ ૨૦૧૪માં શરૂ થઇ શકી હતી તે પણ ૧૧ કિલોમીટર લાંબી હતી. આઠ વર્ષમાં માત્ર ૧૧ કિલોમીટરની લાઈન બની હતી. વર્ષ ૨૦૨૨ અને વર્ષ ૨૦૨૪ વચ્ચે મુંબઈના લોકોને પોણા ૩૦૦ કિલોમીટરની મેટ્રો લાઇન ઉપલબ્ધ થઇ જશે. ૨૦૧૪ બાદ અમે આવ્યા બાદ નક્કી કર્યું હતું કે, મેટ્રો લાઈન બિછાવવાની ગતિ વધારવામાં આવશે. છેલ્લા ચાર વર્ષમાં મુંબઈમાં મેટ્રોની જાળ બિછાવવા માટે અનેક યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે. આ વિચારધારા ઉપર આગળ વધીને આજે બે મેટ્રો લાઇનની શિલાન્યાસની વિધિ થઇ છે. આગામી ત્રણ વર્ષમાં અહીં ૩૫ કિલોમીટરની મેટ્રો ક્ષમતા થઇ જશે. મોદીએ ૨૦૧૪ના સંદર્ભમાં વાત કરતા કહ્યું હતું કે, આજે પણ ઝડપથી કામગીરી થઇ રહી છે.

બે મેટ્રો લાઇનો આજે સામેલ કરવામાં આવી ચુકી છે. થાણેમાં ૯૦૦૦૦ ગરીબ અને મધ્યમવર્ગના પરિવાર માટે પોતાના ઘરના નિર્માણ માટે પ્રોજેક્ટોની શરૂઆત કરવામાં આવી ચુકી છે. મેટ્રો વૈકલ્પિક પરિવહન સાધન તરીકે સૌથી ઉપયોગી સાધન તરીકે છે. મુંબઈ અને થાણેને દેશના ગૌરવ તરીકે ગણાવીને કહ્યું હતું કે, મુંબઈ અને થાણે દેશના એવા હિસ્સા તરીકે છે જે વિસ્તારે દેશના સપનાને પૂર્ણ કરવામાં મદદ કરી છે. નાના નાના ગામોમાંથી આવેલા લોકો અહીં જંગી આવક ઉભી કરી રહ્યા છે. દેશનું નામ રોશન કરી રહ્યા છે. અહીં રહેનાર લોકો ખુબ વિશાળ મનના છે. તમામને જગ્યા આપી છે જેથી અહીં સમગ્ર ભારતનું ચિત્ર જોઈ શકાય છે. અહીં જે પણ આવે છે તે મુંબઈના રંગમાં રંગાઈ જાય છે. મરાઠી પરંપરાનો હિસ્સો બની જાય છે. આજે મુંબઈનું ઝડપથી વિસ્તરણ થઇ રહ્યું છે. ચારેબાજુ વિકાસ થઇ રહ્યો છે. આની સાથે સાથે સંસાધનનું પણ દબાણ થઇ રહ્યું છે. ખાસ કરીને પરિવહન વ્યવસ્થા, માર્ગ વ્યવસ્થા અને રેલવે વ્યવસ્થા પર આની અસર જોઈ શકાય છે. આને ધ્યાનમાં રાખીને છેલ્લા ચાર પાંચ વર્ષના ગાળામાં મુંબઈ અને થાણે સહિત આની આસપાસના વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમને મજબૂત કરવાના પ્રયાસ થઇ રહ્યા છે.

મોદીએ કહ્યું હતું કે, વડાપ્રધાન આવાસ યોજના હેઠળ તમામ માટે ઘર બનાવવામાં આવી રહ્યા છે. ૨૦૨૨ સુધી દેશના તમામ પરિવાર પાસે પોતાના ઘર રહે તેવી યોજના રાખવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, ત્રણ વર્ષની અંદર ૯૦૦૦૦ નવા મકાનો બની જશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અમારી સરકાર અઢી લાખ રૂપિયાની સીધી મદદ બેંકમાં જમા કરી રહી છે. એટલે કે લોનની રકમ સીધીરીતે અઢી લાખ રૂપિયા ઘટી ગઈ છે. નાના અને મધ્યમવર્ગની મદદ હોમ લોન મારફતે પણ કરવામાં આવી રહી છે. હોમ લોન ઉપર વ્યાજના દર ખુબ ઓછા રાખવામાં આવ્યા છે. ઓછી આવકવાળા લોકોને છ ટકાની વ્યાજ સબસિડી પણ મળી રહી છે.

Previous articleમોદી ખેડૂતોના દેવા માફ ન કરે ત્યાં સુધી ઊંઘવા નહીં દઇએ : રાહુલ ગાંધી
Next articleસરકારે ક્યારેય ઉર્જિત પટેલને રાજીનામું આપવાની માગ કરી નથી : જેટલી