માગસર સુદ અગિયારસ અને બુધવાર આજે ગીતા જયંતિ

2219

આ સંસારના બધા જ દુઃખોમાંથી છુટવાનો સરળ ઉપાય એટલે ગીતા ગીતાને વેદો કરતા પણ ઉત્તમ ગણવામાં આવે છે કારણ વેદોને સમજવા માટે ઉંડો અભ્યાસ કરવો પડે પરંતુ શ્રીમદ ભાગવત ગીતાને કોઈપણ વ્યક્તિ સરળતાથી સમજી શકે છે. આથી ગીતાને વેદો કરતા પણ શ્રેષ્ટ ગણવામાં આવે છે.

ગાયત્રી મંત્રથી પણ શ્રેષ્ટ છે. ગીતા મંત્ર જય કરવાથી મુક્તિ મળે છે. તે વાત સાચી છે પરંતુ ગીતાને સમજી અને તેનું અચરણ કરી વ્યક્તિ પોતે તો મુક્તિ મેળવે છે. પરંતુ આજ ગીતાનું મહત્વ બીજાને સમજાવી અને બીજા વ્યક્તિઓને મુક્તિ તરફ લઈ જાય છે. આમ મંત્ર જય કરતા પણ ગીતાને શ્રેષ્ટ ગણવામાં આવે છે.  કરોડો પ્યજ્ઞ કરો દાન કરો પરંતુ ગીતા અને ગુરૂ વગર મુક્તિ મળતી નથી. મહાત્મા ગાંધીએ કીધું છે જયારે હું ધર્મ શંકટમાં આવુ છું ત્યારે હું માત્ર ગીતાનો જ સહારો લઉ છું. ભગવાને પોતે કહે છે ગીતા મારો પરં ગુરૂ છે. ગીતા મારૂ હૃદય છે અને ઉત્તમ સાર પણ છે આ ગીતાનુ જ્ઞાન કદી નાશ પામતું નથી અવિનાશી છે.

ભગવાન કહે છે ગીતા મારૂ ઘર છે ગીતાના જ્ઞાનનો સહારો લઈ અને હું ત્રણેય  લોકનું પાલન કરૂ છું. જે લોકોને પિતૃદોષ હોય અથવા તો પિતૃના આર્શીવાદ મેળવા માટે શ્રિમદ ગીતાનું અનુષ્ઠાન કરી શકે છે. ગીતાના પાઠ કરી શકે છે.

શ્રીમદ ભગવત ગીતાનું પુજન

એક બજોઠ પર લાલ અથવા પીળુ કપડુ રાખી તેના પર ગીતા રાખવી સાથે શ્રી કૃષ્ણ ભગવાન અથવા તો શાલી ગ્રામ રાખવા ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણ નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ ગોવિન્દાય નમઃ નામ બોલી ત્યાર  બાદ શુધ્ધ જળથી ભગવાન પર ઓમ નમો વાસુદેવાય નમઃ બોલી અને અભિષેક કરવો ત્યાર બાદ  ભગવાનને સાફ કરી વસ્ત્ર જનોઈ ચાંદોલ ચોખા ફુલ ત્યાર બાદ અબીલ ગુલાલ કંકુ ધુપ નૈવૈદ્ય અર્પણ કરવુ સાથે ગીતાજીના પુસ્તકને પણ ચાંદલો ચોખા કરી બન્નેની આરતી ઉતારવી ત્યાર બાદ આખી ગીતાજીના પાઠ કરવા તે ન જાય શક્તિો પહેલો અધ્યાય ચોથો નવમો અગીયારમો તેરમો પંદરમો અધ્યાય વાચવો પાઠ કરવો આમ કરવાથી ઘરમાં શાંતિ મળશે અને પિતૃદોષનું પણ નિવારણ થશે.

– શાસ્ત્રી રાજદિપ જોશી

Previous articleઅત્યારે અને આવનારી પેઢીનો સાથી વફાદાર હશે ખરી ?
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે