બળાત્કારીને સજા આપી બનાવો એમની બળદગાડી

1122

માનવી સેંકડો વર્ષો પેહલા આદમખોરની છાપથી ઓળખાતો અત્યારે આદમખોર માંથી મનુષ્યરૂપે જન્મ તો લઇ લીધો પરંતુ પ્રવૃત્તિ હજી પણ આદમખોર જેવીજ કરી રહ્યો છે. આઝાદી પેહલા આપણે પશ્ચિમી દેશનો અને પશ્ચિમી પ્રવૃત્તિનો વિરોધ કરી રહ્યા હતા પરંતુ જ્યારથી હવે પશ્ચિમી ક્લચર અને પશ્ચિમી ભોજન આરોગવા મંડ્યા ત્યારથી માણસનું મગજ  વિકૃતિ તરફ દોરી રહ્યું છે. ખોરાક આજના તામસી થઇ ગયા ખોરાકમાં ગુણવતા અને પોષણતા ઘટી ગઈ ઘરનું જમવાનું તો ખાલી દેખાડા માટે થઇ ગયું છે રોજિંદા ખોરાકમાં પશ્ચિમી જેમાં જરૂરિયાત થઈ ગયું છે. પ્રાચીન સંકૃતિ અને સંસ્કાર ધરાવતો ભારત દેશ આજે સંસ્કાર અને લાજ શરમ ભૂલીને કુતરા બિલાડાની જેમ જ્યાં ને ત્યાં મોઢું માર્યા રાખે છે. ઘરની માં,બેન,દીકરી કે ભાભી દરેકને એકજ ધોરણે રાખીને નજર બગાડે છે પોતાની આવડત અને તાકાત મેહનત કરવામાં વાપરતો નથી પરંતુ કોઈ સ્ત્રીને બરબાદ કરવામાં લગાડી દે છે. કાયદા કાનૂનની બાબતમાં આપણે વિદેશની અને પશ્ચિમી કાયદો નથી અપનાવ્યો હજી પણ વર્ષોના વર્ષ સુધી અનેક કેસોનો નિકાલ નથી આવતો અને જયારે નિકાલ આવે ત્યારે ક્યાંક તો ગુનેગાર ભૂગર્ભમાં જતો રહ્યો હોય છે અથવા તો પીડિત વ્યક્તિનું મોત નીપજી ગયું હોય છે. ગુનાખોરી,ગુંડાગીરી અને ચોરી આ બધામાં તો ભારત દેશનો અવ્વલ ક્રમાંક આવે છે આપણે પોતે સુધારતા નથી અને પછી આવનારી કે વર્તમાન સરકારને ગાળો આપીએ છીએ પરંતુ આમ જોવા જઈએને તો આમ મીલીભગત જ હોય છે ફક્ત એક માણસનું આ કામ નથી હોતો આમ ગુનેગારથી મંદીને હોટેલવાળો, રીક્ષાવાળો ડોક્ટર અને ફરિયાદી જ્યાં ફરિયાદ કરવા જાય છે  તે નજીક ના થાણાનો પોલીસ સ્ટાફ પણ આમ સંપડાયેલો હોય છે કેમ કે એક આવી કોઈ પણ ઘટના બને તો તેમાં સરકારી પોલીસ અને સરકાર હોસ્પિટલ જ સૌ પ્રથમ ફરજ બજાવે છે અને એક પોલીસ અને હોસ્પિટલના કર્મચારીનો પગાર કરતા વધારે તો તેનો ખર્ચો હોય છે અને આ દરેક ખર્ચ સામે પોચી વળવા અને સુખની જિંદગી જીવવા માટે તે ૧૦૦ % લંચ અને રિશવતનો સહારો લે છે અને ગુનેગારોને એ જ મોકાનો ફાયદો ઉઠાવે છે. એક સ્ત્રી ઘરની લાજ અને શરમ હોય છે આજે સમાજમાં એવી અનેક નારીઓ છે કે જે કુપોષણ અને બળાત્કારનો ભોગ બને છે પરંતુ પરિવારની બદનામીથી અને સમાજમાં આબરૂના ભોગે તે ચૂપ ચાપ બેસી રહે છે અને જતું કરે છે પરંતુ ક્યાં સુધી આ બધું ? ક્યાં સુધી એક સ્ત્રી બલિદાન આપતી રહેશે માન્ય કે વેશ્યા મને કે કુમાને પરિવારના પોષણ માટે દેહ વ્યેપર કરતી હોય છે પરંતુ બીજી સ્ત્રીનું શું તેનો શું ગુનો કે તેને ફરિયાદી વિરુદ્ધ ફરિયાદ લખાવી કે પછી તેને પરીક્ષામાં વિધાર્થીને નાપાસ કર્યો કે પછી તેને એક તરફી પ્રેમીને ના પડી દીધી કે પછી તેનો દેખાવ ? ખોવાઉં તે શું પાપ સ્ત્રીએ કર્યું છે કે લોકો તેની સામે નજર બગાડે છે શું સ્ત્રીની સુંદરતા જ તેના માટે અભિશાપ છે ? બીજાની માં,બેન અને દીકરી સામે આખો બગાડનારા એક વાર મનમાં ભરી દેજો જે હાલત તમે કોઈ ઘરનો સ્ત્રીની કરી છે પાછળ તમારા ઘરની સ્ત્રી બેઠી જ છે શેરની માથે હંમેશા સવા શેર હોય છે માટેજ ચેતી જજો નહિ એવા દિવસો દૂર નથી કે જયારે પેપેરની હેડલાઈન્સ  હશે કે  બળાત્કારીના ઘરે થયો બળાત્કાર. બળાત્કાર ફક્ત આપણા જેવા લોકોમાં જ નહિ પણ અનેક ફિલ્મ અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં પણ થાય થાય છે. ૧૦૦ માંથી ૮૫ % મોડેલ પોતાની કારકિર્દી બનાવ માટે પોતે ડાયરેક્ટર સાથે રાતો વિતાવતી હોય છે ઉંચી કારકિર્દીના બહાને સ્ત્રીનું શોષણ કરનારા લોકોની સંખ્યા ઓછી નથી તે આપણે સહુ કોઈ જાણીએજ છે છતાં પણ કોઈને દીકરીને ન્યાય આપવાનો વારો આવે ત્યારે આપણે ડર અને આપણે સુખી છીએ એમ ભેદભાવ રાખીને તેને ન્યાય આપવા માટે પહેલ નથી કરતા. સિદ્ધાંત અને ખોખલી છાપ બતાવીને વિદેશી દેશની સંસ્કૃતિ અપનાવા કરતા આપણે સહુ ભેગા મળીને આપણા દેશની સ્ત્રી જે શોષણ ભોગવી રહી છે તેને બચાવીએ અને સરકાર જે ગુનેગારને સજા રૂપે ઉમર કેદ આપે છે તે આપી ને તેને સરકારી જેલમાં રાખીને તેને પોષવાનો અને તેની સુરક્ષાનો ખર્ચો કરવા કરતા એવા બળાત્કારીઓને તો બળદની જેમ ગાળા સાથે બાંધીને એવા ડફણાંનો માર મારવો જોઈએ કે તેને જોઈને આવી પ્રવૃત્તિ કરનારના અંતર આત્મા માંથી કંપારી છૂટી જાય અને કોઈ પણ અપરાધી ભવિષ્યમાં આવું કૃત્ય કરવાની તો બહુ દૂરની વાત છે વિચાર લાવવાની હિમ્મત ન કરે  અંતે મારા લેખને આ બે લીટીની સુંદર પંક્તિ સાથે વિરામ આપીશ કે દીકરી જન્મ લે તે પેહલા કોખ(પેટ) નું જોખમ અને જન્મ લીધા કોકનું (સમાજના અદમખોરનું) જોખમ.

Previous articleમેગા જોબફેરમાં ૧૪૧ને સ્થળ પર ઓર્ડર અપાયા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે