ઝરીનની આડેધડ ફિલ્મ કરવા માટેની કોઇ પણ યોજના નથી

0
546

બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાન સાથે ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હોવા છતાં ઝરીન ખાન હવે ફ્લોપ સાબિત થઇ રહી છે.  ઝરીન ખાન બોલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી ફ્લોપ પુરવાર  થઇ રહી છે. તે ફિલ્મો મેળવી લેવા માટે તમામ પ્રયાસો કરી રહી હોવા છતાં તેને સારી ફિલ્મો હાથ લાગી રહી નથી. તે ફિલ્મોમાં  સ્થાન મેળવી લેવા વધારે સેક્સી બોડી હાંસલ કરવાના પ્રયાસ કરી રહી છે.ઝરીન બોલિવુડમાં કોઇ પણ પ્રકારની સ્પર્ધામાં રહેવા માટે ઇચ્છુક નથી. તે છેલ્લે ૧૯૨૧માં નજરે પડી હતી. જે ફલોપ સાબિત થઇ હતી. આ સંદર્ભમાં વાત કરતા ઝરીન ખાને કહ્યું છે કે, તેના ઉપર કોઇપણ પ્રકારનું દબાણ ન હતું. તે પોતાની રીતે વજન ઉતારી રહી છે. તેનું કહેવું છે કે, કોઇપણ પ્રકારના દબાણ અથવા નિર્માતા નિર્દેશકો તરફથી રજૂઆતના કારણે તે પોતાનું વજન ઉતારી રહી નથી. તેનું કહેવું છે કે, વજન ઉતારવાની બાબત ઇન્ડસ્ટ્રી સાથે સંબંધિત છે. બાળપણથી લઇને તે સ્થૂળતાથી ગ્રસ્ત હતી પરંતુ બોલીવુડમાં પ્રવેશ્યા બાદ તેના વજનને લઇને કેટલીક ચર્ચા હતી. આજ કારણસર હવે તે વજન ઉતારી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here