પીબીએલની ચોથી સિઝનનો આજથી પ્રારંભ, સાઇના-સિંધુ-મારિન વચ્ચે ટક્કર

760

વિશ્વની સૌથી મોંઘી બેડમિન્ટ લીગ વોડાફોન પ્રીમિયર બેડમિન્ટ લીગ (પીબીએલ)ની ચોથી સિઝન શનિવારથી શરૂ થઈ રહી છે. અહીં કૈરોલિના મારિન, પીવી સિંધુ અને સાઇના નહેવાલ જેવી દિગ્ગજોની ટીમે છ કરોડની ઈનામી રકમ અને ટ્રોફી માટે એકબીજાને ટક્કર આપતી જોવા મળશે. ગત સિઝનની વિજેતા હૈદરાબાદ હંટર્સની કમાન આ વખતે ફરી સિંધુના હાથમાં છે. એક રીતે સિંધુની આ ઘર વાપસી છે. ગત સિઝનમાં તે ચેન્નઈ સ્મૈશર્સ તરફથી રમી હતી. આ વખતે તેના પર હૈદરાબાદના વિજયી અભિયાનની જાળવી રાખવાની જવાબદારી છે.

સિંધુએ એક નિદેવનમાં કહ્યું, પોતાની સ્થાનિક ટીમ માટે રમવું ખાસ છે. અમે ડિફેન્ડિંગ ચેમ્પિયન છીએ અને હું જાણું છું કે મારી જવાબદારી જીતના સિલસિલાને જાળવી રાખવાની છે. સિંધુએ પ્રથમ મેચ નવી ટીમ પુણે ૭ એસેસનો સામનો કરવાનો છે. આ ટીમની તમાન ગત સિઝનમાં હૈદરાબાદને જીત અપવનાર રિયો ઓલમ્પિકની ગોલ્ડ મેડલ વિજેતા કૈરોલિના મારિનના હાથમાં છે.

પ્રથમ મેચમાં આ બંન્ને દિગ્ગજ આમને-સામને થશે. મારિને એક નિદેવનમાં કહ્યું, મને ભારત આવવુ અને પીબીએલમાં રમવાનું ખૂબ પસંદ છે. બે વર્ષ હૈદરાબાદની સાથે રમવું મારી માટે સારૂ રહ્યું છે અને હવે હું પુણેની સાથે રમવા માટે તૈયાર છું. જ્યાં સુધી સિંધુની સાથે મુકાબલાની વાત છે તો અમે બંન્ને દરેક મેચ જીતવા ઈચ્છીએ છીએ. મારૂ કામ મારી ક્ષમતા મુજબ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે અને નિશ્ચિત રીતે હું તેને કોઈ તક આપીશ નહીં.

Previous articleઆઇપીએલમાં અનસોલ્ડ રહેલ મૈકલમ બોલ્યોઃ ’દરેક સારી વસ્તુનો અંત હોય છે’
Next articleમાણસામાં ડીપીનો કરંટ લાગતા ગાયનું મોત : સ્થાનિકોમાં રોષ