મેસેજ કર્યા પછી પણ જોઈને મેસેજ ન કરવો એ પણ એક મેસેજ છે

1091

અગર કોઈ પૂછે તમે રીયલ જીવી રહ્યા છો કે પછી રોલ તો તમારો શું જવાબ હશે ? જવાબ એ છે કે આપણે અત્યારે એક્ચુઅલ કરતા વર્ચુઅલ જીવનમાં જીવી રહ્યા છે એટલે કે દેખાડો અને દેખા દેખીનું જીવન. આને આમ કર્યું એટલે હું આમ કરું આને આ વસ્તુ લીધી એટલે હું પણ આ વસ્તુ લઉ. સ્વાભિવક રીતે આ દેખી દેખીની તલપ અને વાસ્તવિકતા સ્ત્રી અને પુરુષમાં જોવા મળે છે પરંતુ તેનું વધારે પ્રમાણ સ્ત્રીમાં જોવા મળે છે કેમ આખો દિવસ ભલે રસોડામાં કે ઓફિસમાં કે અન્ય કોઈ કચેરીમાં કામ કરતી હોવા છતાં સ્ત્રી પાસે કહીએ તો એક એવી આવડત કે પછી કળા છે કે જેના વડે તે તેની આસપાસની થઇ રહેલ દરેક વસ્તુ અને વ્યક્તિની હરકતથી માહિતગાર થઇ જાય છે. નાના બાળકથી માંડીને ૭૦ વર્ષના દાદાજી દરેકના તન અને મનમાં સોશ્યિલ વર્લ્ડનો કીડો ઘુસી ગયો છે જેથી આજે ઘરે-ઘરે નાનું બેચુ હોય કે ૬૦ વર્ષની દાદી અમ્મા દરેકને ફેસબુક,વોટ્‌સઅપ અને ટિ્‌વટર એમ દરેક સોશ્યિલ પ્લેટફોર્મમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. સોશ્યિલ વર્લ્ડના આ બધા હથિયાર દ્વારા લોકોના સંબંધને ખુબજ નાજુક અને મતલબી કરી દીધા છે. પેહલા વાર તહેવારે ઘરે આવતા એક બીજાને મળતા અને સાથે હળી મળીને ઉત્સવની મઝા મળતા પણ જયારથી ડિજિટલ પ્લેટફોર્મનું ચલણ વધી ગયું છે ત્યારથીજ આ સંબંધની ટ્યુબ લાઇટમાં જાંખાસ પડી ગઈ છે. આપણા વડીલો પેહલા ભેગા થઈને કમાતા હવે અત્યારે ઉલટું થઇ ગયું છે હવેના લોકો હું અને તમે ભેગું કરવા માટે કમાઈએ છીએ બસ આ ફરક આવવાનું કારણ છે વર્ચુઅલ વર્લ્ડ. જો આવુંને આવું બનતું રહ્યું તો થોડા સમયમાં જ આપણા સંબંધો ફક્ત દેખાવ માટેના રહી જશે અત્યારે હજી આપણે થોડું ઘણું પણ એક બીજાને મળીએ છીએ અને ફરીએ છીએ પણ ધીમે ધીમે આ વસ્તુ પણ બંધ થઇ જશે. આ બધી વાતો પરથી એનો મતલબ એમ નથી કે વર્ચુઅલ વર્લ્ડ ફક્ત ખરાબ જ છે ટેક્નોલોજીની મદદથી આજે લોકોનું કામ ખુબજ સરળ અને સીધું થઇ ગયું છે પરંતુ જેમ કોઈ પણ વસ્તુના ૨ પાસા સારા અને નરસા બંન્ને હોય છે એમ આ સોશ્યિલ નેટવર્કનું પણ એવુજ કંઈક તરણ છે. રોજિંદા જીવનમાં આપણે આપણા મોટા ભાગના કામ મેસેજ દ્વારા જ પતાવી દઈએ છીએ અને રૂબરૂ મળીને અને ફોન પાર વાત કરવાનું ટાળીએ છીએ પરંતુ દર વખતે આ વસ્તુ સારી નથી , નાની બાબત હોય ત્યારે તમે મેસેજ દ્વારા કામ પતાવો તે ચાલશે પણ અમુક વ્યહવારિક બાબતો હોય કે અંગત વાતચીત હોય ત્યારે તો રૂબરૂ મળીને જ તેનો નિકાલ લાવવો અનિવાર્ય છે. અરસપરસની વાતચીતમાં ઉણપ આવવાથી આપણા સંબંધોમાં લાગણી અને પ્રેમના બીજ રોપાતા નથી અને તે ધીમે ધીમે મુરઝાતા જાય છે માટેજ લોકો સાથે હળવા મળવાનું રાખો નહિ તો તમારા વચ્ચે રહેલી ગેરસમજના લીધે તમારા સંબંધો તૂટી શકે છે અને તમે સહુ કોઈ જાણોજ છો કે સંબંધમાં એક વાર ગાંઠ પડી જાય ત્યાર પછી તે સંબંધ જાજુ જીવન રહેતું જ નથી. એક નાના ઉદાહરણ પરથી આ વાત સિદ્ધ થાય છે કે તમે જો કોઈ વ્યક્તિને મેસેજ કરો ત્યારે એ વ્યક્તિ એ મેસેજ જોયા પછી પણ તેનો રિપ્લાઈ નથી આપતો તો સમજી જવાનું કે આ પણ એક મોટો મેસેજ છે કે તે વ્યક્તિ તમારાથી નારાજ છે અથવા તો તેને તમારા સાથે આગળ વ્યહવાર રાખવામાં રસ નથી માટે જ ભૂતકાળમાં જો આવી કોઈ ભૂલચૂકના પરિણામે તમારા કોઈ વ્યહવાર અને સંબંધમાં ઓટ આવી હોય તો આજેજ તેનું નિરાકરણ લાવીને ભેગા થઇ તેનું નિરાકરણ લાવો કેમ કે જીવનનો શ્વાસ વિશ્વાસ અને આપણા સ્નેહ સ્વજનો સાથેનો સંબંધ જ છે તો ચાલો આપણે સહુ આજથીજ આ વર્ચુઅલ વર્લ્ડના ભ્રમમાંથી બહાર આવીને સ્વદેશી રીત અપનાવી ભેગું કરવા નહિ પણ ભેગા મળીને જીવન જીવી આ અમૂલ્ય માનવ જીવનને સારા અને સાચા કામો કરી અને પરહિતમાં સહભાગી બનીએ દેશના દરેક નાગરિક પ્રત્યે : બંધુત્વસે પ્રેમની ભાવના ઉજાગર કરીએ.

Previous articleવરૂણ ટગમાં બ્લાસ્ટ બાદ જળ સમાધી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે