ચિત્ર, રંગોત્સવ અને ડાન્સ સ્પર્ધામાં સુષ્ટિની સિધ્ધિ

1146

તાજેતરમાં પાવર ગ્રીડ કોર્પો. ઓફ ઈન્ડિયા (દેહગામ) દ્વારા પાવર – પર્યાવરણ બચાવ અંગે ચિત્ર સ્પર્ધા તથા બરોડા ખાતે ઓપન ગુજરાત ડાન્સ સ્પર્ધા તથા બોમ્બે ખાતે રંગોત્સવ સ્પર્ધામાં ચાંપાનેરી સૃષ્ટિ મેહુલભાઈએ ભાગ લ ીધો હતો.

ગુજરાતના દેહગામ મુકામે પર્યાવરણ પાવર સેવ અંગેની ચિત્ર સ્પર્ધા યોજાયેલ તેમાં ગુજરાતભરમાંથી ૮૦,૦૦૦ ચિત્રો આવેલ જેમાં ૧ થી ૪ ધોરણ તથા પ થી ૮ ધોરણની કેટેગરી પાડેલ તેની એ કેટેગરીમાં સ્થાનિક મુકતાલક્ષ્મી મહિલા વિદ્યાલયમાં ધો.૪માં અભ્યાસ કરતી ચાંપાનેરી સૃષ્ટિ મેહુલભાઈ (દેરડવાળા)એ (બંને કેટેગરીમાં પ૦ +પ૦ ચિત્રો પસંદગી પામેલ) એ કેટેગરીમાં પૅ૦ ચિત્રોમાં સીલેકટ થયેલ – પ્રથમ અહિંયા બનાવી મોકલેલ ચિત્ર જેવું જ ચિત્ર ત્યા બનાવવાનું હોય છે. આમા તેને રોકડ પુરસ્કાર વોટર પ્રુફીંગ કીટ, ટીશર્ટ, સર્ટી અપર્ણ થયેલ તેમજ બરોડા ખાતે ઓપન ગુજરાત ડાન્સ્‌ સ્પર્ધામાં સ્થાનિક ડી-૪ કલાસ દ્વારા ભાગ લઈ સીલેકશન જજની પ્રશંસા પ્રાપ્ત કરેલ અને સર્ટી મેળવેલ ઉપરાંત બોમ્બેમાં આંતરરાજય રગોત્સવમાં તેનું ડ્રોઈંગ પસંદગી પામીને ટ્રોફી તથા સર્ટી પ્રાપ્ત કરી શ્રીમાળી સોની સમાજ ભાવનગર તથા ન.ચ.ગાંધી મહિલા સ્કુલનું ગૌરવ વધારેલ છે.

Previous articleકોંગ્રેસે ગુમાવ્યો ‘અવસર’ : ‘બાવળ’માં ખીલ્યુ ‘કમળ’
Next articleવલભીપુર સરકારી કોલેજમાં બિલ્ડીંગ વગર ચાલતું ગાડુ