વિરાટથી નથી કોઈ નારાજગી ખેલાડી તરીકે તે મને પસંદ છેઃ પેન

761

ઐતિહાસિક ’બોક્સિંગ-ડે’ ટેસ્ટ મેચથી ઠીક પહેલા ઓસ્ટ્રેલિયાઇ કેપ્ટન ટિમ પેને વિરાટ કોહલીને લઇને મોટું નિવેદન આપ્યું છે.  વાસ્તવમાં પર્થમાં થયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાઇ કેપ્ટન ટિમ પેનની વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો. હવે ટિમ પેને કહ્યું કે એને વિરાટ સાથે ઝઘડવામાં મજા આવે છે. હું એની મજા લઇ રહ્યો છું, પરંતુ એનો મતલબ એ નથી કે વિરાટથી કોઇ નારાજગી છે. હું એને ખેલાડી તરીકે ખૂબ પસંદ કરું છું.

પેને કહ્યું કે, ’એ જાણે છે કે કોહલી ક્યારેય પણ હારવાનું પસંદ કરતો નથી. એની સાથે ઘણી વખત ટકરાવ થયો, પરંતુ એ સાચું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી જો કોઇ આંતરરાષ્ટ્રીય ખેલાડીની બેટિંગ જોવાનું પસંદ કરતો હોવ તો એ કોહલી જ છે.’

ટિમે આગળ કહ્યું કે, ’હવે આ સીરિઝ દરમિયાન મેદાનમાં એની સાથે વિવાદ કરવો સારો લાગી રહ્યો છે. હું વિરાટને પર્સનલી જાણતો નથી, પરંતુ હંમેશા એના વખાણ કરું છું.’ પેને કોહલી માટે આગળ કહ્યું કે, હું કોહલીને માત્ર સારા ખેલાડીના રૂપમાં પસંદ કરતો નથી પરંતુ જુનૂન અને આક્રમકતાને પણ યોગ્ય માનું છું. લોકો એને જોવા ઇચ્છે છે અને કોહલી પ્રશંસકોને ખેંચી લાવે છે.’’

ઐતિહાસિક ’બોક્સિંગ-ડે’ ટેસ્ટ મેચથી ઠીક પહેલા ઓસ્ટ્રેલિયાઇ કેપ્ટન ટિમ પેને વિરાટ કોહલીને લઇને મોટું નિવેદન આપ્યું છે.

Previous articleકોઈ મારી આંગળી કાપી નાખશે તો જ મેલબર્નની ટેસ્ટમાં નહીં રમુંઃ ફિન્ચ
Next article૧૪ વર્ષીય અર્જુને જૂનિયર ગોલ્ફ વર્લ્ડ ચેમ્પિયનશીપ પુરસ્કાર જીત્યો