જીકે ટેસ્ટમાં પસંદગી પામતા મહુવાના બાળકો

836

ભાવનગર જિલ્લા કક્ષાની જીકે ટેસ્ટ માટે તાલુકા કક્ષાએથી પસંદગી પામતા મહુવાની શાળા બેલુરના વિદ્યાર્થીઓ તાજેતરમાં ભાવનગર-વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા લેવાયેલ તાલુકા કક્ષાની જીકે આઈક્યુ ટેસ્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરી જિલ્લાકક્ષાએ રાવળીયા દ્રષ્ટિ આર., વ્યાસ મૈત્રી પી. અને ઉપાધ્યાય તિર્થ જે.એ પસંદગી પામ્યા છે.

આ તકે સંસ્થાના એમ.ડી. બી.સી. લાડુમોર, સેક્રેટરી પી.એમ. નકુમ અને બેલુર પરિવારે બાળકો તથા તેમના ટ્રેનર શિક્ષકને ખૂબ-ખૂબ શુભકામના પાઠવેલ તથા જિલ્લાકક્ષા માટે શુભેચ્છા પાઠવેલ છે.

Previous articleમાંડવડા-ર શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ
Next articleજાફરાબાદના અનેક ગામોમાં બે દાયકાથી એસ.ટી. પહોંચી નથી