મારું લક્ષ્ય માત્ર પોલોર્ડને પાછળ છોડવાનો નહિ, વધુ વિકેટ ઝડપવાનોઃ  ડેલ સ્ટેન

759

સાઉથ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેન છેલ્લા બે વર્ષથી પોતાના દેશના શોન પોલોકના સર્વાધિક વિકેટના રેકોર્ડની બરાબરી પર છે. શોન અને સ્ટેનના નામે ૪૨૧ વિકેટ છે અને સ્ટેનને શોન પોલોકના રેકોર્ડને તોડવા માટે એક વિકેટની જરૃર છે. જે પાકિસ્તાન સામે આજથી શરૃ થઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ દ્વારા પોલોકને પાછળ છોડી શકે છે. મેચ અગાઉ જોકે, સ્ટેને કહ્યું કે, તેનું લક્ષ્ય માત્ર શોન પોલોર્ડને પાછળ છોડવાનો નથી પરંતુ વધુ વિકેટ ઝડપી મોટો રેકોર્ડ બનાવવા પર છે.

૩૫ વર્ષીય સ્ટેન છેલ્લા બે વર્ષથી ઈજાને કારણે ટીમની અંદર-બહાર થતો રહ્યો છે. આ દરમિયાન તે શોન પોલોકનો રેકોર્ડ તોડી શક્યો નહોતો. એવું ચર્ચાતું હતું કે, સ્ટેનની ઉંમર વધી રહી છે પરંતુ તે શોન પોલોકનો રેકોર્ડ તોડી સાઉથ આફ્રિકાના સૌથી વધુ ટેસ્ટ વિકેટ ઝડપનાર સાઉથ આફ્રિકન બોલર બને તે માટે ટેસ્ટમાં રમી રહ્યો છે.

જોકે, સ્ટેન તેનાથી વધુ વિચારી રહ્યો છે. તેણે પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ અગાઉ કહ્યું કે, મારા અંદર વિકેટ ઝડપવાની ઘણી ક્ષમતા છે. જ્યારે હું પોલોર્ડનો રેકોર્ડ તોડીશ ત્યારે તેનો અહેસાસ અલગ હશે. હું મારી જાતને ઘણી સન્માનિત સમજીશ પરંતુ હું ફરી મારા માર્ક પર જઇશ અને વધુ વિકેટ ઝડપવાનો પ્રયાસ કરીશ.

Previous articleભારતીય બેટ્‌સમેનોને હંફાવવા અમારી ટિમમાં મિશેલ માર્શનો સમાવેશ : પેન
Next articleભારે ઉત્સાહ વચ્ચે આજથી મેલબોર્નમાં ત્રીજી ટેસ્ટ મેચ