બોટાદ પોલીસ દ્વારા દારૂ અંગે સંઘ ચેકીંગ કરી ૮ કેસ કર્યા

742

બોટાદ તા. રપ
જીલ્લાના પોલીસ કર્મચારીઓ દ્વારા ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની બદીને નેસ્ત નાબુદ કરવા અંગે અલગ અલગ જગ્યાઓએ બ્રેથ એનલાઇઝરનો ઉપયોગ કરી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ જે દરમ્યાન પાટણા માલજીના ગામના ચાલુ સરપંચના પતિ નરેન્દ્રસિંહ ઉર્ફે બબાભાઇ વિભાજી ગોહીલ દારૂની ૭૫૦ એમ.એલ.ની ૨૫ બોટલ તથા ૩૭૫ એમ.એલ.ની ૨૮ બોટલ એમ નાની મોટી કુલ બોટલો નંગ-૫૩ જેની કી.રૂ.૧૫,૬૦૦/- મળી આવતા તેના વિરૂધ્ધમાં અલગ અલગ બે કબ્જાના કેસો કરવામાં આવેલ તેમજ માનસીંગભાઇ શંભુભાઇ સાથળીયા દેપુ. રહે.સીતાપરનાકબ્જાની સુઝુકી મો.સા.ની ડેકીમાં દેશી દારૂ લીટર ૦૨ મળી આવતા તેના વિરૂધ્ધમાં કબ્જાનો કેસ કરવામાં આવેલ તેમજ હરેશભાઇ રામજીભાઇ ડાભી રહે.ઢસા ગામ ડાવરીયા શેરી ચોરાપાસે તા.ગઢડા જી.બોટાદ વાળા વિરૂધ્ધમાં દારૂ પીધેલાનો કેસ કરવામાં આવેલ તેમજ સુરેશભાઇ ભારથીભાઇને દારૂ લીટર-૧૦, જેમીનભાઇ રતીલાલભાઇ વીરડીયા દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવું તથા ઇંગ્લીશ દારૂની અડધી બોટલ મળી આવતા અલગ અલગ બે કેસો કરવામાં આવેલ. નિતીનભાઇ દુર્લભભાઇ પટેલ રહે. રેટલાવ ગામ પોસ્ટે. ઉદ્દવાડા જી.વલસાડ વાળા વિરૂધ્ધમાં પીધેલાનો કેસ કરવામાં આવેલ તેમજ પરેશભાઇ ચંદુભાઇ ત્રાપસીયા સામે પીધેલાનો કેસ કરવામાં આવેલ તેમજ રાજેન્દ્રસિંહ અખુભા ગોહીલ પાસેથી રહેણાંકી મકાનમાંથી વિદેશી દારૂની એક બોટલની તેમજ જાકીરભાઇ બાબુભાઇ મજેઠીયા, વિજયભાઇ હસુભાઇ ઝાપડીયા રહે.બહારપરા બંન્ને ઇસમોએ ટોરસ ગાડીમાં કૃરતા પુર્વક ભેંસ નંગ-૦૮ ભરતા તે બંન્ને વિરૂધ્ધમાં પશુ પ્રત્યે ઘાતકી પણુ અટકાવવાની કલમ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.

Previous articleરાજુલાના રામપરા ગામે સિંહ પરિવારે ગાયનું મારણ કર્યુ
Next articleસણોસરા રેલ મથક ઉંચુ લેવાની જરૂર ઉતારૂઓને ગાડીમાં ચડવામાં પરેશાની