વલ્લભીપુરના મોટીધરાઈ ગામે થયેલા વિવિધ કામોમાં ગેરરીતિનો આક્ષેપ

669

મોટી ધરાઈ ગામમાં નબળી કામગીરી હાલ ગટર લાઈન અને પીવાના પાણી તેમજ નવા પંચાયત ઘર બાંધકામમાં ગેરરીતિ થઈ હોવાની શંકા જે માટી પુરણી પુરવામાં ખાલી માટી નાખી તેમજ ગામની ગટર લાઈનનું તુટી જવાના કારણે ગામમાં રોગચાળો છે અને વધવાની ભીતી છે. સ્કુલના બાળકોને પણ ગટર ઉભરાઈ જતા સ્કુલે ગટરના પાણીમાંથી જવું પડે છે અને આરોગ્ય બગડવાની ભીતી છે. સરપંચ દ્વારા અવારનવાર રજૂઆતો કરેલ છે પરંતુ આજ સુધી કોઈપણ કામ થયેલ નથી. તા.૮-૧૧-ર૦૧૮ના રોજ લેખીત ફરિયાદ કરેલ છે. જેમાં સરપંચ આંખ આડા કાન કરેલ અને ધ્યાન આપેલ નથી તેથી લેખીત રજૂઆત આપવામાં આવે છે. આની સામે હજુ ધ્યાન દોરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ગ્રામજનોને સાથે રાખીને ગ્રા.પં.ના સભ્યો મીનાબેન, શિલ્પાબેન, કનુભાઈ સહિત આંદોલન કરશે.

Previous articleસણોસરા રેલ મથક ઉંચુ લેવાની જરૂર ઉતારૂઓને ગાડીમાં ચડવામાં પરેશાની
Next articleભંડારિયામાં ખેડૂત શ્રમિકના આંગણે મોરારીબાપુ સામેથી મહેમાન બન્યા