શહેરીકરણની સમસ્યા, શહેરને સ્વચ્છ અને સુવિધાસભર બનાવવા આજે ચિંતન કરાશે

709

ગુજરાતમાં વધતા જતા શહેરીકરણ અને શહેરી સુવિધાઓની વધતી જતી માગને ધ્યાનમાં રાખીને ’મોબિલીટી લેડ અર્બન ડેવલપમેન્ટ’ પર સેમિનાર અને લેક્ચર સિરીઝનું આયોજન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના દ્વિતીય દિવસે કરાશે. શહેરી વિકાસ અને આવાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ પૂરીએ આ અંગે હતું કે, શહેરી વિકાસ અંગેના સેમિનારના માધ્યમથીઝડપથી વિકસી રહેલા શહેરોમાં વિકાસની તકોને જાણવી અને પડકારોની શોધકરી તેનો ઝડપી ઉકેલ લાવવા તજજ્ઞો વચ્ચે વિચાર-વિમર્શ થશે. શહેરોને વધારે રહેવા લાયક અને માણવા લાયક બનાવવા માટે શહેરમાં સ્થળાંતર કરીને આવેલા લોકોને યોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે હકારાત્મક અભિગમ અપનાવવો જરૂરી છે. શહેરોને સ્વચ્છ અને સુવિધાસભર બનાવવા માટે પણ સમૂહ ચિંતન કરવામાં આવશે. આ માટે અદ્યત્તન ટેક્નોલૉજીનો ઉપયોગ, પાર્કિંગની સમસ્યાનો ઉકેલ, વ્હીકલનું શેરીંગ, ઈલેક્ટ્રીક વ્હીકલના ઉપયોગથી શહેરના પર્યાવરણને સ્વચ્છ બનાવી વધારે રહેવાલાયક બનાવી શકાશે તેમજ તેનાથી નાગરિકોના સ્વાસ્થ્ય, સલામતીમાં પણ વધારો થશે.  ‘મોબિલિટી લેડ ડેવલપમેન્ટ’ વિષય પર કાર્ય કરવા માટે અનેકવિધ ક્ષેત્રોમાં કામગીરી હાથ ધરવી પડશે. શહેરોમાં પરિવહનની સુવિધાઓનો વ્યાપ વધારવા, જમીન ઉપયોગ અને ગૃહના નિર્માણ અંગેના આયોજન પર ભાર મૂકવાથી શહેરી નાગરિકોને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં મદદ મળશે.  સમિટ દરમિયાન ‘હોલિસ્ટીક એપ્રોચ ટુ અર્બન મોબિલીટી’અને ‘રોલ ઓફ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન ફોર હાઉસિંગ’વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.સેમિનારમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો શહેર તરફ લોકોના સ્થળાંતર અંગે શહેરી વિકાસના વિવિધ પાસાઓ પર પોતાના અભિપ્રાયો રજૂ કરશે, જેમાં શહેરી આયોજન, શહેરી વિકાસ,સર્વસમાવેશક વિકાસ, તમામને પોષાય તેવા આવાસ અને ઝૂંપડપટ્ટી પુનર્વસન,મલ્ટી મોડલ પરિવહન વ્યવસ્થા વગેરેનો સમાવેશ થાય છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા શહેરોના બાહ્ય વિસ્તારોમાં વધી રહેલી વસતીના અંદાજ પ્રમાણે ગુજરાતની શહેરી વસ્તી ૨૦૧૧માં ૨.૫૭ કરોડ (૨૫.૭ મિલિયન)થી ૨૦૨૧ માં ૩.૪૦ કરોડ (૩૪.૦૦ મિલિયન) સુધી વધશે તેવી ધારણા છે. રાજ્યની કુલ વસ્તીના ૪૭% જેટલા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે.  આ આંકડો સૂચવે છે કે ગુજરાતને વર્તમાન સ્તરની સેવાને જાળવવા માટે શહેરી વિસ્તારોમાં દર વર્ષે વધારાના ૧ મિલિયન લોકોને મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પ્રદાન કરવી પડશે.આ સેમિનારમાં સંભવતઃ ગૃહ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પૂરી સંબોધન કરશે.

Previous articleબાળ આરોપી સહિત ૬ને આજીવન કેદ, નવા જૂવેનાઈલ એક્ટ અંતર્ગત દેશમાં પહેલીવાર સજા
Next articleમુખ્યમંત્રીએ ભ્રષ્ટ કહેતા મહેસૂલ વિભાગના કર્મચારીઓ નારાજ, આવેદન પત્ર આપ્યું