મહુવામાં પોલીસ દ્વારા દારૂ અંગે ચેકીંગ

574

આગામી તા. ૩૧ ડિસેમ્બરની ઉઝવણી નિમિત્તે જીલ્લાભરમાં દારૂ અંગે કડક હાથે પોલીસ દ્વારા કામગીરી કરાઈ રહી છે. જેના ભાગરૂપે મહુવામાં પણ દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે પોલીસ દ્વારા વિવિધ છ ટીમો બનાવી જુદા-જુદા વિસ્તારમાં બ્રેથએનેલાઈઝરથી લોકોને તથા વાહન ચાલકોને તપાસવામાં આવી રહ્યા છે. અને છેલ્લા ચાર દિવસથી ચાલતી આ કામગીરીમાં ૪૦ જેટલા દારૂ પીધેલા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામગીરીમાં પીઆઈ, પીએસઆઈ, એસએસઆઈ, હે.કો. ડી.સ્ટાફ વિગેરે જોડાયો છે. પોલીસની કામગીરીથી દારૂ વેચનારા અને પીનારામાં ફફડાટ ફેલાયો છે.

Previous articleપાલિતાણામાં પૂ. અરવિંદસુરી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા
Next articleશિયાળુ રમતોત્સવનું આયોજન