હાઈવે માટે વૃક્ષો કાપવા અંગે પર્યાવરણ પ્રેમીઓનો વિરોધ – રોષ

650

નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ચિલોડાથી વૈષ્ણદેવી સર્કલ સુધીના માર્ગને સિક્સ લેન બનાવવા માટે ૮૫૮૦ વૃક્ષો હટાવવા નિર્ણય લેવાતા હરિયાળા નગરની વાતો માત્ર પુસ્તક પુરતી સિમીત બની રહેશે. માર્ગને પહોળો કરવા માટે વૃક્ષોને કાપી નાંખવાના હોવાથી તેના ચાર્જ પેટે ૧.૬૧ કરોડના ચાર્જ નેશનલ હાઇવે ઓથોરીટી પાસેથી વસૂલાયો છે. પરંતુ વિકાસના નામે શહેરમાંથી વધુ ૮૫૮૦ વૃક્ષોને કાપી નાખવાની વાતનો વિરોધ થયો છે.

નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ચિલોડાથી વૈષ્ણવદેવી સર્કલ સુધીના માર્ગને બે તબક્કામાં સિક્સલેન કરાશે. જેમાં ચિલોડા સર્કલથી લેકાવાડા સાબરમતી પુલ સુધી અને સરગાસણ સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધી એમ બે તબક્કાનો સમાવેશ કરાયો છે. ચિલોડા સર્કલથી લેકાવાડા સાબરમતી પુલ સુધીના માર્ગને સિક્સ લેન કરવા માટે ૪૫૮૦ વૃક્ષોના કાપી નંખાશે. સરગાસણ સર્કલથી વૈષ્ણવદેવી સર્કલ સુધીના માર્ગને સિક્સ લેન કરવાથી ૪૦૦૦ વૃક્ષોને દુર કરવામા આવશે. તે બાબતનો હાલ વિરોધ થઈ રહ્યો છે.

વૃક્ષો કાપવા બદલ નેશનલ હાઇવે ઓથોરિટી પાસેથી રૂપિયા ૧.૬૧ કરોડનો ચાર્જ વસૂલાયો સિક્સ લેન રોડ બનાવવા માટે શહેર તેમજ શહેરની આસપાસ આવેલા ૮૫૮૦ જેટલા વૃક્ષનુ આડેધડ નિકંદન થઈ રહ્યુ છે તેના કારણે શહેરીજનો અને પર્યાવરણવિદોમાં ભારે રોષ જોવા મળે છે.

ચિલોડાથી વૈષ્ણદેવી સર્કલ સુધીમાં કટીંગ થનાર ૮૫૮૦ વૃક્ષોમાંથી ૩૯૬૭ વૃક્ષો સાતથી આઠ ફુટની ઉંચાઇવા?ળા હોવાથી તેનું રિપ્લાન્ટેશન કરાશે તેમ જિલ્લા વનસંરક્ષક અધિકારી એસ. એમ. ડામોરે જણાવ્યું છે.

પાટનગરની ઓળખ સમાન હરિયાળીને બચાવવા માટે માર્ગને પહોળો નહી કરવાની માંગ કરતા શહેર વસાહત મહામંડળના પ્રમુખ અરૂણ બુચે કહ્યું કે ગાંધીનગરમાં આ માગ૪ પર એટલો ટ્રાફિક જ નથી કે તેને પહોળો કરવો પડે.

માર્ગ પહોળા કરવા વૃક્ષો હટાવાય તો સબંધિત વિભાગ પાસેથી ચાર્જ વસુલાય છે. જેમાં નર્સરીમાં ઉછેરથી લઇને પ્લાન્ટેસન, ખોદકામ, ખાતર, ઉધઇ નાશક દવા, તારની ફ્રેન્સીંગ, પાણી આપવું સહિતનો સમાવેશ થાય છે. જેટલા વૃક્ષોને હટાવાશે તેની સરખામણીમાં ડબલ વૃક્ષોના રોપાનું પ્લાન્ટેસન કરાશે. પ્લાન્ટેસન આર્મી, એરફોર્સ, બીએસએફ, સીઆરપીએફના કેમ્પસ તેમજ માર્ગની બન્ને સાઇડમાં કરાશે તેમ ડીએફઓએ જણાવ્યું છે.

વન વિભાગ દ્વારા વૃક્ષના કટીંગ બદલ એક વૃક્ષ દીઠ રૂપિયા બેથી પાંચ હજારનો ચાર્જ વસુલાય છે. વૃક્ષની ઉંચાઇ, ઉંમર, વૃક્ષનો ઘેરાવો, કઇ જાતનું વૃક્ષ છે સહિતના પાસાઓને ધ્યાનમાં રાખીને ચાર્જ નક્કી કરાય છે.

Previous articleરાધનપુરમાં ગેરકાયદે માટી ખનન કરતા એક કરોડના વાહનો ઝબ્બે
Next articleવાઈબ્રન્ટમાં પાકિસ્તાનને પણ આમંત્રણ, કોંગ્રેસે કહ્યુ દેશવાસીઓ સાથે ભાજપનો દગો