ઉત્તરાખંડમાં ૧૧૫ વર્ષ જૂનો બ્રિટિશકાલીન બ્રિઝ પડ્યો, ૨ લોકોના મોત

470

ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના ગઢી કેન્ટમાં પુલ ઢસી પડવાને કારણે બે લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકોને ઈજા પહોંચી છે. બચાવ ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, આ ઘટના સવારે પાંચ વાગ્યાની છે, લોખંડનો એક પુલ પડી જવાને કારણે તેના પરથી પસાર થઈ રહેવુ એક ડમ્પર અને મોટરસાયકલ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, બીરપુર ક્ષેત્રમાં તમસા નદી પર બનાવવામાં આવેલો બ્રિટશ કાળનો લોખંડનો પુલ ઢસી જવાને કારણે તેના પરથી પસાર થઈ રહેલા એક ડમ્પર અને એક મોટરસાયકલ પણ નીચે પડી ગયા હતા. સવારે આશરે પાંચ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી, જેમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે. દુર્ઘટનાની જાણકારી મળતા જ ઘટના સ્થળે પહોંચેલી બચાવ ટુકડીએ ૧૦૦ ફુટ ઊંડી નદીમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ છે.

દુર્ઘટનામાં અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે, ૧૦૦ વર્ષ કરતા પણ વધુ જુનો આ પુલ જર્જરિત થઈ ગયો હતો અને તેની જગ્યાએ નવો પુલ બનાવવાનો પ્રસ્તાવ હતો, પરંતુ તે પહેલા જ દુર્ઘટના બની ગઈ.

Previous articleજમ્મુ કાશ્મીરમાં ચૂંટણી માટે કેન્દ્ર સરકાર તૈયાર
Next articlePOCSO એક્ટમાં મોટો ફેરફાર, મૃત્યુદંડ સુધીની જોગવાઇને મંજૂરી