POCSO એક્ટમાં મોટો ફેરફાર, મૃત્યુદંડ સુધીની જોગવાઇને મંજૂરી

672

કેન્દ્રિય મંત્રીમંડળની શુક્રવારની બેઠકમાં ૭ સીપીએસઇ કંપનીઓના આઈપીઓ જાહેર સ્ટોક એક્સચેંજમાં સામેલ કરવામાં આવશે. કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, ૭ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇજેસ (સીપીએસઇ) કંપનીઓના આઈપીઓ જાહેર કરી સ્ટોક એક્સચેંજમાં સામેલ કરવામાં આવશે.૩૧ માર્ચ ૨૦૧૭ સુધી ૩૩૧ સીપીએસઇ કંપનીઓ (વિમા કંપનીઓ સિવાય)ને સામેલ કરવામાં આવી હતી. તેના સિવાય કેબિનેટ મીટિંગ દરમિયાન પોક્સો એક્ટને વધુ કડક કરતા તેમાં મૃત્યુદંડ સુધીની મંજૂરી આપવામાં આવી ચૂકી છે. મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવેલા અન્ય નિર્ણયોમાં ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિકલ બિલ, ૨૦૧૮ પર રાષ્ટ્રીય આયોગની રચના કરવામાં આવશે. તેના સિવાય બાળકોને સેક્સુઅલ ગુનાઓથી બચાવવા માટે કાયદાને વધુ સખ્ત કરવામાં આવશે. તેને લઇને પાસ્કો એક્ટમાં ફેરફાર કરવામાં આવશે.

Previous articleઉત્તરાખંડમાં ૧૧૫ વર્ષ જૂનો બ્રિટિશકાલીન બ્રિઝ પડ્યો, ૨ લોકોના મોત
Next articleકોંગ્રેસના ૧૩૪મા સ્થાપના દિનની ઉજવણી