દેશના ખેડુતોને મોટી રાહત આપવા માટે મોદીની તૈયારી

1264

વર્ષ ૨૦૧૯માં યોજાનાર સામાન્ય ચૂંટણી પહેલા મોદી સરકાર ખેડુતોને મોટી રાહત આપવા માટે સક્રિય રીતે વિચારી રહી છે.

પ્રાપ્ત હેવાલ મુજબ તેલંગણા સરકાર દ્વારા જે રીતે યોજના અમલી મુકવામાં આવી છે તે જ રીતે નવી યોજના તૈયાર કરવામાં આવી રહી છે. કેસીઆર સરકારના મોડલની જેમ જ આ સ્કીમ રહેશે. જે હેઠળ કેન્દ્ર સરકાર ખેડુતો માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ અંગે વિચારી રહી છે. સ્કીમને લઇને સરકારમાં કેટલાક દોરની વાતચીત થઇ ચુકી છે. નાના અને સિમાંત ખેડુતોને બિયા, ખાતર અને જંતુનાશક તેમજ મજદુરી જેવા ખર્ચ માટે એક ચોક્કસ રકમ સીધી રીતે ખેડુતોના ખાતામાં જમા કરવામાં આવનાર છે. સુત્રોના કહેવા મુજબ આ પ્રકારની સ્કીમમાં આશરે ૧.૩  લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થનાર છે. આ ખર્ચને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સાથે મળીને ઉપાડી શકે છે. આ મંત્રણામાં સામેલ રહેલા કેટલાક લોકો માની રહ્યા છે કે ૭૦-૩૦ના રેશિયો પર વાતચીત ચાલી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ખર્ચને વહેચી લેવામાં આવનાર છે. એક અધિકારીએ કહ્યુ છે કે આ એક રાજકીય નિર્ણય છે.

તેમના કહેવા મુજબ તેના ખર્ચ અને નિર્ધારિત સમયની અંદર આને લાગુ કરવાની બાબત પણ ખુબ પડકારરૂપ હોઇ શકે છે. જો કે કેટલાક રાજ્યોમાં ભાજપની સરકાર હોવાના કારણે મોદી સરકારને રાહત મળી શકે છે. આ મોરચા પર કોંગ્રેસ સરકારનુ પણ સમર્થન મળશે. કારણ કે આ સ્કીમ ખેડુતોની સમસ્યાને દુર કરવાના હેતુથી લાવવામાં આવી રહી છે. હજુ સુધી આ મામલે અંતિમ નિર્ણય લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. સરકાર બીજા વિકલ્પ પર પણ વિચારણા કરી રહી છે. જેમાંથી એક નીતિ આયોગ તરફથી આવેલા સુચનનો પણ સમાવેશ થાય છે. આ મિડિયમ ટર્મ સ્ટ્રેટજી મુજબ જો કિંમતો એમએસપીથી નીચે પહોંચે છે તો ખેડુતોને સબસિડી આપી શકાય છે. નીતિ આયોગના આ પ્રસ્તાવ મુજબ દરેક ખેડુતને પોતાની નજીકની એપીએમસી મંડીમાં સિચાઇ અને પાકની નોંધણી કરાવી દેવી પડશે. જો પાકના બજાર ભાવ નીચે પહોંચે છે તો ખેડુત એમએસપી અને બજાર ભાવની વચ્ચેના અંતરના મહત્તમ ૧૦ ટકા સુધી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની મદદથી આધાર લિન્ક બેંક ખાતામાં જમા મેળવી શકે છે. હિન્દી પટ્ટાના ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં કોંગ્રેસની સામે હાલમાં હાર ખાધા બાદ મોદી સરકાર હવે ખેડુતોની નારાજગી સાથે આગળ વધવા માટે તૈયાર નથી. આ સિલસિલામાં મોદીએ ભાજપ પ્રમખ અમિત શાહ, નાણાંપ્રધાન અરૂણ જેટલી અને કૃષિ પ્રધાન રાધા મોહન સિંહ સાથે વાતચીત કરી છે. અત્રે નોંધનીય છે કે કૃષિ મંત્રાલય  દ્વારા હાલમાં સાત રાજ્યો દ્વારા કરવામાં આવેલી લોન માફી, ઓરિસ્સા જેવા રાજ્યમાં ખર્ચ પર આપવામા ંઆવેલી છુટછાટ અને તેલંગણાની યોજનામાં અભ્યાસની પ્રક્રિયા હાથ ધરી હતી. એમ માનવામાં આવે છે કે તેલંગણામાં સ્કીમથી ખેડુતો વધારે સંતુષ્ટ થયા છે. જેથી આ મોડલ પર સરકાર આગળ વધી શકે છે. જો કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમના માર્ગમાં અનેક અડચણો છે. આના માટે સરકારે લેન્ડ રેકોર્ડ હાંસલ કરવા માટે પ્રયાસ કરવાના રહેશે. એમ લાગી રહ્યુ છે કે ખેડુતોને વર્તમાન સ્કીમોથી વધારે રાહત મળી રહી નથી. જેના કારણે ખેડુતોને ઇનકમ સપોર્ટ આપવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

કેન્દ્ર સરકાર જેટલા પર વિકલ્પ છે તે પૈકી તેલંગણા વિકલ્પ પર સૌથી વધારે ધ્યાન આપી રહી છે. આ સ્કીમ હેઠળ રાજ્ય સરકારે નાણાંકીય વર્ષ માટે ૧૨૦૦૦ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી છે. આ સ્કીમમાં સરકાર દરેક સિઝનમાં ખેડુતોને બિયા, ખાતર, જંતુનાશક અને મજદુરી ખર્ચ માટે પ્રતિ એકર ૪૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. જો કે આ સ્કીમને અમલી કરતા પહેલા ટીઆરએસ સરકારે ભારે મહેનત કરી છે. તેમાં જમીન રેકોર્ડને ડિજિટલ કરવા, સ્કીમ હેઠળના લાભાર્થીની ઓળખ કરવા જેવી બાબત સામેલ છે. જો મોદી સરકાર દેશવ્યાપી સ્કીમ લાગુ કરવા માંગે છે તો તેને ખુબ પ્રયાસ ગંભીરતા સાથે કરવાના રહેશે.

Previous articleકોંગ્રેસના ૧૩૪મા સ્થાપના દિનની ઉજવણી
Next articleપુલવામાઃ સેનાએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર માર્યો