ભાંકોદરની સ્વાઈ એનર્જીના પ્રોજેકટ મેનેજરનું અપહરણ : મોડીરાત્રીના આરોપીને ઝડપી લેવાયા

1014

રાજુલાના ભાંકોદર ગામે આવેલ સ્વાઈન એનર્જી કંપનીના પ્રોજેકટ મેનેજરનું ગત રાત્રીના ત્રણ શખ્સોએ કારમાં લઈ જઈ અપહરણ કર્યુ હતું. જેની જાણ થતા એસ.પી.ના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવી શોધખોળ હાથ ધરેલ જેમાં મોડીરાત્રીના હીંડોરણા ચોકડી પાસેથી પોલીસે અપહરણ કારોને ઝડપી લઈ મેનેજરને છોડાવ્યા હતાં.

ગઈકાલે તા. ર૭-૧ર-ર૦૧૮ના રોજ સાંજના આઠેક વાગ્યાના સુમારે સ્વાન કંપનીના પ્રોજેકટ મેનેજર વી.કે.શ્રીધરન પોતાની ફોરવ્હીલ કારમાં ઘરે જતા હતાં. અને રાજુલા શહેરમાં સરસ્વતી સ્કુલ પાસેથી કાર ઉભી રાખી ડ્રાઈવરને દુધ લેવા મોકલેલ તે દરમ્યાન આરોપીઓએ વી.કે.શ્રીધરનનું ઈનોવા ગાડીમાં અપહરણ કરેલ હતું. આ અપહરણની જાણ વી.કે.શ્રીધરનના ડ્રાઈવરે અમરેલી પોલીસ અધિક્ષક નીર્લિપ્તરાયને કરતા પોલીસ અધિક્ષકે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ આ ગુન્હાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી અપહરણ થયેલ વ્યક્તિને સહી સલામત છોડવવા ખાસ સુચના અને માર્ગદર્શન આપી રેપીડ એકશન પ્લાન તૈયાર કરેલ હોય જે મુજબ એલસીબી, અમરેલી ઈન્ચાર્જ પોલીસ ઈનસ્‌. ડી.કે.વાઘેલા તથા એસઓજી અમરેલી પોસઈ આર.કે.કરમટા તથા રાજુલા ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. ડી.એ.તુંવરનાઓએ અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓ અને અપહરણ થયેલ વ્યક્તિને શોધી કાઢવા અંગે સંઘન તપાસ હાથ ધરેલ.

ગુન્હાના કામે આપહરણની જાણ થતાં તાત્કાલિક અરસથી અમરેલી જીલ્લાના નજીકના ભાવનગર, ગીર સોમનાથ તેમજ અન્ય જીલ્લાઓમાં નાકાબંધી કરવામાં આવેલ. અને પોલીસે તાત્કાલિક એકશનમાં આવી ટેકનીકલ સોર્સીંગથી તપાસ કરી આ કામે અપહરણ થનાર વ્યક્તિ વી.કે.શ્રીધરનને રાજુલા હીંડોરાણા ચોકડી પાસેથી એસઓજી, પો.સ.ઈ. આર.કે.કરમટા તથા રાજુલા ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. ડી.એ. તુંવરની ટીમે સહિ સલામત છોડાવેલ છે તથા અપહરણ કરનાર તમામ આરોપીઓને અપહરણ કરવા માટે ઉપયોગમાં લીધેલ ઈનોવા ગાડી અને ઝડપી લીધેલ છે. આ કામે જેનું અપહરણ થયેલ તે ફરિયાદી વી.કે.શ્રીધરન સ્વાન કંપનીના પ્રોજેકટ મેનેજર હોય તેઓ ચેતન ભુવાને કંપનીમાં કામ મળતું ન હોય જેથી કંપનીમાં કામ લેવા સારૂ પ્રોજેકટ મેનેજરનું અપહરણ કરેલાનું આરોપીઓની પ્રાથમિક પુછપરછ દરમ્યાન જણાઈ આવેલ છે. આરોપીઓને અટક કરીત ેઓની ગુન્હા સંબંધી વિશેષ પુછપરછ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ આરોપી તરીકે ચેતન વાજસુર ભુવા રાહે રાજુલા ગભરૂ સાર્દુળ લાખણોત્રા રહે. ખાંભલીયા તેમજ મુકેશ રાઘવ રહે રામપરાનો સમાવેશ થાય છે.

અત્રે નોંધનીય બાબત છે કે ગઈકાલે મોડીરાત્રે આ ઘટના બનતા રિયલ સિંઘમની માફક ચારે તરફ પોલીસે નાકાબંધી કરી આરોપી તેમજ મેનેજરને ફિલ્મી ઢબે પોલીસ મથકે લવાયા હતાં. આ ઘટનાથી પ્રજામાં ભયનો માહોલ છવાયો છે.

ગુંડાગીરી કોણ કરે છે પ્રજાએ વિચારવાનું – હીરાભાઈ સોલંકી

આ બાબતે રાજુલાના પુર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો આવ્વયા છે. આવા લેભાગુ તત્વો લુખ્ખા તત્વો પોતાનો સ્વાર્થ ખાતર આવી ગુંડાગીરી કરી આ વિસ્તારનુ નુકશાન કરી રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે ર૦૧૭ની વિધાનસભામાં હું ગુંડાગીરી કરૂં છું. તેવા આક્ષેપો કોંગ્રેસ કર્યા હતાં તો હવે પ્રજા વિચારે ગુંડાગીરી કોણ કરે છે.

આરોપી ગુનાહિત ઈતિહાસ અને રાજકીય બેગ્રાઉન્ડ ધરાવે છે

આરોપી ચેતન વાજસુરભાઈ ભુવા વિરૂધ્ધ રાજુલા પોલીસ સ્ટેશનમાં નીચે મુજબના ગૂન્હાઓ રજી. થયેલ છે. (૧) રાજુલા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૮૮/ ર૦૧૮ ઈ.પી.કો. કલમ ૩ર૩, પ૦૪, પ૦૬(ર), ૪ર૭, ૧૧૪, ૩૮પ, ૩૮૬, ૧ર૦ (બી), પ૦૭, ૩૪૧ તથા જી.પી.એકટ કલમ ૧૩પ (ર) રાજુલા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર. નં. ૪ર/ર૦૧૭ ઈ.પી.કો. કલમ ૩ર૩, પ૦૪, પ૦૬ (ર), ૪પર અને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે વળી ચેતન ભુવાનો ભાઈ અમરેલી જીલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખનો ભાઈ છે. રાજુલા કોંગ્રેસી ધારાસભ્યની નજીકનો કાર્યકર માનવામાં આવે છે.

Previous articleસ્ટેટ ઝુડો સ્પર્ધામાં દ્વિતિય નંબરે અમિષા
Next articleશ્રમિક પરિવારના બાળકોને ગરમ જરસીની ભેટ