સિંહોરની વિદ્યામંજરી સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને વાહન લઈને આવવા પર પ્રતિબંધ ફરમાવાયો

879

સિહોરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી સ્કુલ દ્વારા આગામી તા. ૧-૧-ર૦૧૯થી સરકાર તથા પોલીસ અધિકારી દ્વારા બહાર પાડેલ પરિપત્રનું પાલન કરવામાં આવશે.

કહેવાય છે કે શિક્ષણ તે જ વ્યક્તિ આપી શકે જેમાં કલા, કૌશલ્ય અને લાયકાત હોય ત્યારે આ લાયકાત પાછળ પોતાના વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે પણ ગંભીરતા લે તેવી સિહોરની સ્કુલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ કે બાળકોને વાહન નહિ ચલાવવાના પરીપત્રની અમલવારી આગામી તા. ૧-૧-૧૯ થી કરશે. સિહોર પોલીસનું સુચન હતું કે તા. ૧-૧-ર૦૧૯નું જાહેરનામું ૧૮ કેત ેની નીચેના ઉંમરવાળા બાળકોને કોઈપણ પ્રકારનો વાહનો આપવા નહીં, બાળકો બિલકુલ બેદરકારીથી વાહનો ચલાવે છે. આથી વાલીઓને ટયુશન કે નિશાળ જવા માટે જો વ્હીકલ બાળકોને આપે તો વ્હીકલ ૧૮ મહિના માટે ડીટેન કરવામાં આવશે અને યોગ્ય દંડ કરવામાં આવશે અને વાલી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.  દરેક સ્કુલ, સંસ્થાઓ તથા ટયુશન સંચાલકો આ બાબતે ગંભીર નોંધ સાથે અમલવારી કરે સિહોરના આ સુચનાની ગંભીરતા સમજી વિદ્યાર્થી તથા વાલીના હિતને ધ્યાને લઈ અમલવારી શરૂ કરવાની નક્કી કરવામાં આવેલ આ બાબતનો નિર્ણય સૌપ્રથમ સિહોરની વિદ્યામંજરી સ્કુલે કર્યુ છે. આ બાબતે સિહોરના પીઆઈ સોલંકી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

Previous articleદેશી બનાવટના તમંચા સાથે એક ઈસમને ઝડપી પાડતી એસઓજી
Next articleધારીના પ્રભારી તરીકે જયરાજસિંહની નિયુક્તિ