એક જ દિવસે બે પરિક્ષા : કઈ આપવી તેની મુઝવણ

955

ગુજરાતમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાનાર લોકરક્ષક પરીક્ષાના પેપર લીક થતા પરીક્ષા રદ્‌ કરાઇ હતી ત્યારબાદ સરકારે તારીખ ૬ જાન્યુઆરીએ પરીક્ષા લેવાની નવી તારીખ જાહેર કરી હતી. જો કે આ જ દિવસે રેલ્વે ભરતી બોર્ડ દ્વારા રેલ્વે પ્રોટેકશન ફોર્સની પરીક્ષા યોજાનાર છે. ત્યારે હજારો વિદ્યાર્થીઓ બંને પરીક્ષાઓ એક સાથે આવતા મૂંઝવણમાં મૂકાયા છે. બંને પરીક્ષાઓ એક જ દિવસે અને એક જ સમયે આવતાં તેમજ વિદ્યાર્થીઓને અલગ-અલગ શહેરોમાં સેન્ટર ફાળવાતા હવે એક પરીક્ષા જતી કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.  ગુજરાતમાં પોલીસ ભરતીની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરાયા બાદ ૬ જાન્યુઆરીએ પરીક્ષા લેવાનું નક્કી થયું હતું. જો કે આ પરીક્ષાને લઈ હજારો વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કારણ કે આ જ દિવસે રેલવે પોલીસ ફોર્સની પણ પરીક્ષા છે. જેથી હજારો પરિક્ષાર્થીઓને ગમે તે એક પરીક્ષા જતી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ખરેખર સરકારે પરીક્ષાની તારીખો જાહેર કરતી વખતે ધ્યાન ન રાખવાના કારણે હજારો વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં ગઈ.

વિદ્યાર્થીઓએ આ બાબતે સરકારે ધ્યાન ન રાખ્યું હોવાના કારણે તેઓની મહેનત પાણીમાં ગઈ હોવાનું જણાવી રહ્યાં છે. હજારો પરીક્ષાર્થીઓએ રેલવેની પરીક્ષા આપવા છેલ્લા કેટલાક મહિનાઓથી મહેનત કરી રહ્યા હતા. જ્યારે પરીક્ષા ફી પેટે રૂપિયા ૫૦૦ પણ ભર્યા હતા. જોકે આ જ દિવસે લોકરક્ષક ભરતીની પરીક્ષા આવતા પરિક્ષાર્થીઓની ફી પણ બગડી ઉપરાંત મહેનત પાણીમાં ગઈ છે. તેથી હવે વિદ્યાર્થીઓ શું કરવો તેની મુંઝવણમાં મુકાયા છે. સરકાર આગામી સમયમાં આ બાબતનો ખ્યાલ રાખે તો વિદ્યાર્થીઓને મળેલી તક જળવાઈ રહે અને તેઓનું ભવિષ્ય પણ ન બગડે. આથી હવે આ બાબતે સરકાર કંઈક કરે તે વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે.

બનાસકાંઠામાં હાલ ૧૦૦૦થી પણ વધુ પરિક્ષાર્થીઓ પોલીસ અને રેલવે બોર્ડની પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યા હતા પરંતુ બંને એક જ દિવસે અને એકજ સમયે પરીક્ષા હોવાથી લોકોના પરીક્ષા ફોર્મ ના નાણાં અને મહેનત બંને વેડફાયું છે.

Previous articleપ્રવાસે ગયેલા બે બાળકો દીવનાં દરિયામાં ડૂબ્યા, કલાકોની શોધખોળ છતા નથી મળી ભાળ
Next articleરાષ્ટ્રપતિ સાંજે કચ્છના સફેદ રણમાં સૂર્ય આથમતો નિહાળશે