ભાડમાં ગયા દેશના જરૂરી બધા મુદ્દા : કુમાર વિશ્વાસ

659

ભૂતપૂર્વ વડાપ્રધાનના મિડિયા સલાહકારના પુસ્તક ધ એક્સિડેન્ટલ  પ્રાઇમ મિનિસ્ટરને લઇને શરૂ થયેલો વિવાદ રોકાઇ જવાના બદલે વધી રહ્યો છે. આ વિવાદમાં હવે કવિ કુમાર વિશ્વાસ પણ કુદી ગયા છે. કુમાર વિશ્વાસે ટ્‌વીટ કરીને કહ્યુ છે કે ભાડ મે ગયે દેશ કે જરૂરી મુદ્દે યાર, ફિલ્મ દેખો ઓર તય કરો કે વોટ કિસે દેના હે. આ મુદ્દા પર ભાજપ અને કોંગ્રેસ પણ આમને સામને આવી ગયા છે. કોંગ્રેસ પાર્ટી આ મુદ્દાને બાજપના પ્રોપેગેન્ડા તરીકે ગણાવીને લોકોમાં ચર્ચા જગાવી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહી છે. બીજી બાજુ ભાજપે કહ્યુ છે કે મનમોહનસિંહ એક રાજકીય પ્રતિનિધી તરીકે હતા. જે એ વખત સુધી ખુરશી પર બેઠા હતા જ્યાં સુધી તેમના વારીસ તૈયાર થઇ ગયા ન હતા. કુમાર વિશ્વાસે પોતાના ટ્‌વીટમાં કહ્યુ છે કે ભાડ મે ગયે દેશ કે જરૂરી મુદ્દે યાર, ફિલ્મ દેખો ઔર તય કરો કે વોટ કિસે દેના હે. જે વ્યક્તિએ સારુ કામ ફિલ્મમાં કર્યુ છે તે વ્યક્તિને કે પછી જે સારુ કામ કરી રહ્યા છે તેને.

આ ફિલ્મને લઇને નવી દિલ્હીમાં કોંગ્રેસની સ્થાપના દિવસે પણ ચર્ચા રહી હતી. કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચેલા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કોઇ પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પીએલ પુનિયાએ કહ્યુ છે કે ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર મુવી ટ્રેલર ભાજપના હેડલથી જારી થયા બાદ વિવાદ સર્જે છે. તેમણે કહ્યુ હતુ કે ભાજપના નેતા સારી રીતે જાણે છે કે પાંચ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. તેમની પાસે જનતાને દર્શાવવા માટે કોઇ મુદ્દા નથી. ફિલ્મ ૧૧મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ભાજપના ગેમ પ્લાનના હિસ્સા તરીકે ફિલ્મ હોવાનો દાવો કોંગ્રેસના નેતા કરી રહ્યા છે. વિવાદ હજુ અકબંધ રહી શકે છે.

Previous articleદેશના તમામ ચોરને ચોકીદાર યોગ્ય જગ્યા પર પહોંચાડી દેશે
Next articleપુલવામાં સેનાના ઓપરેશનમાં ચાર કુખ્યાત ત્રાસવાદીઓ ફુંકાયા