અપશબ્દો બોલી આત્મહત્યા માટે ઉશ્કેરવાનો અપરાધ હોઈ શકે નહિ : સુપ્રિમ કોર્ટ

695

સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છે કે અપશબ્દ બોલીને કોઈને અપમાનિત કરવું, તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો અપરાધ હોઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટે એક વ્યક્તિને આત્મહત્યા માટે ઉશ્કેરવાના મામલામાં આપવામાં આવેલી ત્રણ વર્ષની સજાને સમાપ્ત કરીને આરોપીને મુક્ત કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં મૃતકની સુસાઈડ નોટને પણ ફગાવી દીધી છે. જસ્ટિસ આર. ભાનુમતિ અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જીની ખંડપીઠ સમક્ષ રજૂ થયેલા મામલામાં અર્જુન નામના શખ્સે રાજગોપાલને ૮૦ હજાર રૂપિયા કર્જ આપ્યું હતું. પરંતુ જ્યારે રાજગોપાલ કર્જની ચુકવણી કરી શક્યો નહીં, તો અર્જુને તેનું અપમાન કર્યું હતું.

આના કારણે રાજગોપલે આત્મહત્યા કરી લીધી હતી. ટ્રાયલ કોર્ટે આરોપીને ત્રણ વર્ષ કેદની સજા ફટકારી હતી.

Previous articleકચ્છઃ ભચાઉ પાસે ત્રિપલ અકસ્માતમાં 8નાં મોત, મૃત્યુઆંક વધવાની આશંકા
Next articleજમ્મૂમાં સૈન્ય છાવણી પર બે શકમંદો આતંકીઓ ફાયરિંગ કરી ફરાર : એલર્ટ