નારી ચોકડી – સિદસર વચ્ચે ટેન્કરે બાઈકને ટકકર મારતા વિદ્યાર્થીનું મોત

1917

ભાવનગર શહેરના નારી ચોકડીથી સિદસર વચ્ચેના રોડ પર ટેન્કરે ટકકર મારતા બાઈક ઉપર જઈ રહેલા ધો-૧રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થયું હતું. જયારે બીજાને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સિહોર ખાતે રહેતા અને ભાવનગર શહેરના કાળીયાબીડમાં આવેલી સરદાર પટેલ સ્કુલમાં ધો-૧રમાં અભ્યાસ કરતા મીત રમેશભાઈ આલ (ઉ.વ.૧૭) તથા તેનો મિત્ર વિશ્વરાજ દિનેશભાઈ પરમાર (ઉ.વ.૧૭) બાઈક ઉપર સ્કુલેથી સીહોર જઈ રહ્યા હતાં. ત્યારે સિદસર નારી ચોકડી વચ્ચે પાછળથી પુર ઝડપે આવેલા ટેન્કર નંબર જીજે ર૧૮ – ૦૩૪૪ના ચાલકે બાઈકને ટક્કર મારતા મીતનું ઘટના સ્થળે મોત નિપજયું હતું જયારે તેના મિત્ર વિશ્વરાજને ઈજા થતા ભાવનગરી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલ આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકમાં ટેન્કર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ જાડેજા ચલાવી રહ્યા છે. અત્રે  ઉલ્લેખનીય છે કે આજે રવિવાર હોવા છતા વિદ્યાર્થીઓને શાળાએ બોલાવાયા હતાં અને સરકારે ૧૮ વર્ષથી નિચેના વિદ્યાર્થીએ વાહન નહીં ચલાવવા ફરમાન કર્યુ હોવા છતાં બન્ને નિયમોનુ આ અકસ્માતમાં ઉલ્લંઘન થયું હોવાનું ઘટના સ્થળે ચર્ચાઈ રહ્યું હતું.

Previous articleવલભીપુર હાઈ-વે પર ટ્રક- મેજીકનો અકસ્માત
Next articleટેમ્પાએ ટક્કર મારતા બાઈક સવાર દંપતિનું સ્થળ પર મોત