બોટાદ જિલ્લામાં બનતા લવજેહાદના કેસોમાં ગુનેગારોને પકડી કડક કાર્યવાહી કરવા માંગણી

1092

છેલ્લા ઘણા સમયથી બોટાદ શહેર તથા જિલ્લામાં ચોક્કસ કોમના યુવાનો દ્વારા હિન્દુ યુવતીઓને તથા પરણિતાને ફોસલાવીને અન્ય રીતે બ્લેક મેઈલીંગ કરીને બળાત્કાર કરીને તેનો વિડીયો ઉતારીને તેમજ ધર્મ પરિવર્તન કરવા મજબુર કરીને માનસિક શારીરિક અને આર્થિક રીતે ત્રાસ આપવામાં આવે છે.

આજે તાજેતરમાં બોટાદ જિલ્લાના રાણપુર સીટીમાં એક આવો જ શરમજનક બનાવ બનેલ છે જેની ફરિયાદ અમદાવાદ ખાતે કરવામાં આવેલ હતી ત્યારબાદ આજ સુધી આ આરોપીઓની ધરપકડ થયેલ નથી. જે અત્યંત દુઃખદ બાબત છે. બોટાદ જિલ્લાના રાણપુરના રહીશ એક ભાઈના પત્ની ઉ.વ.આ.ર૮ના ઉપર રાણપુરના જ વતની સામાવાળા આરોપી ફિરોજ અહેમદ ભોદરીયા રહે.રાણપુર, ઠે.અણીયાળી રોડ, આસ્તામાર દરગાહ સામે, મુ.રાણપુર, તા.રાણપુર, જિ.બોટાદ, ભરત ઉર્ફે ઘનશ્યામસિંહ દિલુભા પરમાર (મોલેસલામ) રહે.મુ.રાણપુર, ઠે.આંબલીયા ચોરો, મુ.તા.રાણપુર, જિ.બોટાદ, સાદીક અબ્દુલ ગઢીયા રહે.મુ.રાણપુર ઠે.ગરીયા કુએર રાણપુર મેઈનબજાર, મુ.તા.રાણપુર, જી.બોટાદ આ ત્રણેય આ પરણિતા ઉપર તેના ફોટા પાડીને બ્લેકમેઈલ કરીને દુષ્કર્મ કરીને તેને માનસિક રીતે ટોર્ચર કરેલ હતા તેને ધમકી આપેલ કે તારા ફોટા મોબાઈલમાં વાયરલ કરી દેશું. આથી આ પરિવાર ડરથી એ આ લોકોના ત્રાસથી શરમના માર્યા અમદાવાદ ખાતે રહેવા ગયેલ છે અને ત્યાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ છે પરંતુ ત્યારબાદ આજ સુધી ગુનેગારો સામે તેની ધરપકડ કરવામાં આવેલ નથી આ સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાય છે. તમામ આરોપીઓ સામે ધરપકડ કરીને કડક કાનુની રાહે પગલા લેવામાં આવે તેમ કરવા લાગતા વળગતા સત્તાવાળાઓને જરૂરી આદેશ કરવા વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ પ્રખંડ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

Previous articleઅછતગ્રસ્ત લાઠી તાલુકામાં ખેડૂતોને સહાયની ચુકવણી સત્વરે કરવા માંગ
Next articleઠળીયા કેન્દ્રવર્તી શાળા ખાતે દાતાનું સન્માન કરવામાં આવ્યું