આઈસીસીએ કરી સુપર-૧૨ માટે ક્વોલિફાઈ ટીમોની ઘોષણા, શ્રીલંકા-બાંગ્લાદેશને ઝટકો

964

પૂર્વ ચેમ્પિયન શ્રીલંકા-બાંગ્લાદેશને પોતાની ઓછી રેન્કીગના કારણે પુરૂષ ટી-૨૦ વર્લ્ડ કપ સુપર-૧૨ માટે સીધા ક્વોલિફાઈ કરવામાં નિષ્ફળ રહ્યા. હવે તેમને ૨૦૨૦માં યોજાનાર આ ટૂર્નામેન્ટમાં જગ્યા બનાવવા ગ્રૂપ ચરણની પ્રતિયોગિતામાં ભાગ લેવાનો રહેશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસીએ મંગળવારે સુપર ૧૨ માટે સીધા ક્વોલિફાઈ કરનાર ટીમોની ઘોષણા કરી હતી જેમાં મુખ્ય રેકિંગમાં પાકિસ્તાન, ભારત, ઈગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રીકા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટઈન્ડીઝ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.

પૂર્વ ચેમ્પિયન અને બે વાર ઉપવિજેતા શ્રીલંકા-બાંગ્લાદેશને ટૂર્નામેન્ટમાં ગ્રૂપ ચરણ ૬માં અન્ય ક્વોલિફાઈ સાથે રમવાનું રહેશે. આ ટૂર્નામેન્ટ ૧૮ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર ૨૦૨૦ વચ્ચે ઓસ્ટ્રેલિયામાં આયોજીત કરવામાં આવશે. ક્વોલિફિકેશનના માનદંડો અનુસાર મુખ્ય આઠ ટીમોને સીધા સુપર ૧૨ ચરણમાં જગ્યા મળે છે, જ્યારે બાકી બે ટીમોને ગ્રૂપ ચરણમાં રમવાનું રહેશે. ગ્રૂપ ચરણ ચાર ટીમો સુપર ૧૨માં જગ્યા બનાવશે. શ્રીલંકાના કેપ્ટન લસિથ મલંગાએ નિરાશા વ્યક્ત કરતા ૨૦૧૪ના ચેમ્પીયન સુપર ૧૨માં જગ્યા બનાવવા અસફળ રહ્યા, પણ તેમણે ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કરવાની આશા વ્યક્ત કરી છે. મલિંગાએ કહ્યુ કે આ થોડુ નિરાશાજનક છે કે અમે સુપર ૧૨માં સીધી જગ્યા ન બનાવી શક્યા, પણ મને વિશ્વાસ છે કે અમે ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કરી શકીશુ. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને કહ્યુ કે હાલ પ્રદર્શન પરથી ટીમનો વિશ્વાસ વધી રહ્યો છે, તે પડકારોનો સામી છાતીએ સામનો કરશે.

મલિંગાએ જણાવ્યુ કે મને એવુ નથી લાગી રહ્યુ કે અમે ટૂર્નામેન્ટમાં આગળ નહી વધી શકીએ. હાલ તો તેમાં સમય છે. અમે ટી-૨૦ વિશ્વ કપ માટે તેનો ઉપયોગ કરી શકીશુ. વેસ્ટઈન્ડીઝ વિરૂદ્ધ ટી-૨૦ સીરીઝ જીતીને વિશ્વ ચેમ્પીયન રહ્યુ છે. આ પ્રદર્શનથી અમારી પોતાની ટીમ -ટી-૨૦ ક્ષમતાઓ પર ભરોસો વધી રહ્યો છે.

Previous articleવર્ષ ૨૦૧૯માં ભારતીય ક્રિકેટ ટીમનો સંપૂર્ણ કાર્યક્રમ
Next articleપ્રો કબડ્ડી લીગઃ બેંગલુરૂ બુલ્સનો ગુજરાતને ૪૧-૨૯થી હરાવી ફાઇનલમાં પ્રવેશ