આસામ એનઆરસીઃ ૩૦ લાખ લોકોએ કર્યો નાગરિક્તાનો દાવો, ૧૦ લાખ ફરીથી છૂટ્યા

678

અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રર મસૌદા સંબંધમાં સોમવાર સુધીમાં ૩૦ લાખ લોકો જ પોતાનો દાવો દાખલ કરી શક્યા હતા, જ્યારે કુલ ૪૦ લાખ લોકોના નામ એનઆરસી મસૌદામાં નહોતા. આવી રીતે ૧૦ લાખ લોકો નાગરિકતા માટે દાવો કરી શકયા નહોતા. દાવા અને આપત્તિઓ દાખલ કરવાની પ્રક્રિયા ૨૫ સપ્ટેમ્બરે શરૂ થઇ હતી. સુપ્રીમ કોર્ટે દાવો અને આપત્તિ દાખલ કરવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બરે નક્કી કરી હતી.

ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ માટે પ્રદેશમાં ૧૯૮૫થી લાગૂ અસમ સમજૂતી અનુસાર, ૨૪ માર્ચ ૧૯૭૧ની અડધી રાત સુધી અસમમાં પ્રવેશ કરનાર લોકો અને તેમની આગામી પેઢીને ભારતીય નાગરિક માનવામાં આવશે.

૩૧ ડિસેમ્બર ૨૦૧૭ની અડધી રાતે એનઆરસીના પહેલા આંશિક મસોદામાં ૧.૯ કરોડ નામોની સાથે પ્રકાશિત થઇ હતી. ત્યારબાદ અંતિમ મસૌદામાં ૩.૨૯ કરોડ અરજીઓમાંથી ૨.૮૯ કરોડના નામ હતા.

અગાઉ લોકસભામાં સોમવારે ભાજપા સાંસદ નિશિકાંત દુબએ ઝારખંડમાં બાંગ્લાદેશી ઘૂસણખોરીઓ અને સાઇબર ગુનાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, અસમની તર્જ પર ઝારખંડમાં પણ રાષ્ટ્રીય નાગરિક પંજી (એનઆરસી) લાગૂ કરવું જોઇએ. જેથી ગેરકાયદેસરરૂપથી રહેલા વિદેશી નાગરિકો ચિન્હિત કરીને પાછા મોકલી શકાય.

દુબેએ શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે, બાંગ્લાદેશી ઘૂસણખોરીઓનો મુદ્દો છેલ્લા ૨૦થી ૨૫ વર્ષોથી ઉઠાવવામાં આવી રહ્યો છે પરંતુ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઝારખંડના ગોડ્ડાથી લોકસભા સભ્યએ કહ્યું કે, ઝારખંડનો અમુક વિસ્તાર સાઇબર ગુનાઓનું કેન્દ્ર બની ગયો છે અને દેશમાં જ્યા ક્યારેય પણ સાઇબર ગુનાઓની ઘટનાઓ હોય છે, તેના તાર ત્યાં જોડાય છે. તેમણે કહ્યું કે, સરકારને અસમના તર્જ પર ઝારખંડમાં પણ એનઆરસી લાગૂ કરવું જોઇએ. જેથી બાંગ્લાદેશી ઘૂસણખોરીને ચિન્હિત કરીને તેમને દેશ પાછા મોકલી શકાય.

Previous articleજો અમેરિકા પ્રતિબંધો નહીં હટાવે તો અમે શાંતિનો માર્ગ છોડીશું : કિમ જોંગ
Next articleમેઘાલયમાં ૧૫ ખાણિયાઓને શોધવા મરજીવાઓનું અભિયાન પુનઃ શરૂ