રાષ્ટ્રીય વોવિનમ સ્પર્ધામાં આરજેએચ હાઈસ્કુલે ૪ બ્રોન્ઝ મેડલ મેળવ્યા

588

૬૪ રાષ્ટ્રીય સ્કુલ ગેમ વોવિનમ ચેમ્પિયનશીપ તારીખ ૨૬/૧૨ થી ૩૧/૧૨ સુધી મધ્ય પ્રદેશ ના ઇન્દોર ખાતે યોજવામાં આવી હતી. જેમાં આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશન ના વિદ્યાર્થીઓએ ગુજરાતની ટીમ વતી ભાગ લઈ ૪ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતાં. જેમાં ઝાપડીયા નિરલ, ભાદરકા મનીષા, ગોહિલ કુપા, ધામેલીયા વુતિશાએ મેડલ મેળવ્યા હતા.

આ સિદ્ધિ સાથે છેલ્લા ત્રણ વર્ષમાં શાળાએ કુલ ૪૯ નેશનલ મેડલ પ્રાપ્ત કર્યા હતા. ખેલાડીઓની ઉપરોક્ત સિદ્ધિ બદલ જીલ્લા અને રાજ્ય ના અધિકારીઓ તથા પદાધિકારીઓ સહિત શાળાના વહીવટદાર વાઢેર, શાળાના આચાર્ય ડો.જી.બી. હેરમા શાળાનો સ્ટાફ તથા ગ્રામજનો અને અગ્રણીઓ એ ગુજરાત રાજ્ય નું ગૌરવ વધારવા બદલ તમામ ખેલાડીઓ પી.ટી. શિક્ષક આર.બી.હેરમા એ.બી.જોશી એસ.પી. પરમારને શુભેચ્છા પાઠવેલ.

Previous articleપાલીતાણામાં ઉર્જાબચત સપ્તાહ રેલી
Next articleબરવાળામાં ટીબી જન જાગૃતિ કાર્યક્રમ