દિલબર અને કમરિયા સોંગથી મોડલ નોરા ફતેહી સુપર હિટ

1597

દિલબર અને કમરિયા જેવા આ વર્ષના હિટ સોંગના વિડિયોમાં નજરે પડેલી નોરા ફતેનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૮માં તેના માટે અનેક મોટી સફળતાઓ આવી હતી. સલમાન ખાન અભિનિત ભારત જેવી ફિલ્મમાં પણ તે ભૂમિકા અદા કરી રહી છે. તેનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૮ ચોક્કસપણે તેના વર્ષ તરીકે છે. તેનું કહેવું છે કે, આ વર્ષના ગાળા દરમિયાન તે ખુબ મહેનત કરી ચુકી છે પરંતુ હજુ પણ વધુ સારા પરિણામ માટે આશાવાદી છે. તેનું કહેવું છે કે, આ વર્ષમાં સૌથી મોટા સોંગ તરીકે તેની પાસે ક્રેડિટ આવી છે પરંતુ તે હજુ પણ વધુ સારું કામ કરવા માટે ઇચ્છુક છે. સત્યમેવ જયતેમાંથી દિલબર વિડિયો યુ ટ્યુબ ઉપર ૭૦૦ મિલિયન વખત જોવામાં આવી ચુક્યું છે. આ સોંગે ૧૯૯૯ના સુપરહિટ સોંગનો જાદુ ફરી જગાવ્યો છે. ૧૯૯૯માં આવેલી સિર્ફ તુમ ફિલ્મમાંથી આ ગીતે ભારે ચર્ચા જગાવી હતી. નોરાનું કહેવું છે કે, આ ગીતની અરેબિક આવૃત્તિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. તેની કેરિયરમાં દિલબર ટર્નિંગ પોઇન્ટ તરીકે છે. દિલબર ગીત રજૂ થયા બાદથી તે જુદા જુદા દેશોમાં પ્રવાસ કરી ચુકી છે. આ સોંગે દેશભરમાં ભારે ચર્ચા જગાવી છે. કોફી શોપ, હોટલો અને અન્યત્ર જગ્યા પર આ ગીતે ભારે ચર્ચા જગાવી છે. ભારતની બહાર પણ આ ગીતની લોકપ્રિયતા વધી છે. હાલમાં તે બાટલા હાઉસ ફિલ્મ માટે શૂટિંગ કરી રહી છે.

Previous articleરણબીર સાથેનો સંબંધ આત્મીય, એ કોઈ સિદ્ધિ નથીઃ આલિયા ભટ્ટ
Next article’વૂમનિયા’ માટે હું શૂટર બનવાની તૈયારી કરી રહી છું : તાપસી પન્નુ