‘ધ એક્સિડેન્ટલ પીએમ’નું ટ્રેલર યૂટ્યૂબ પરથી ગાયબ થતા અનુમપ ખેર ભડક્યા

725

અનુપમ ખેરની અપકમિંગ ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ રિલીઝ પહેલા જ વિવાદોમાં સપડાઇ છે. આ ફિલ્મમાં ગાંધી પરિવારની ખરાબ છબિ દર્શાવવામાં આવી હોવાનો આરોપ છે. જેને લઈને મહારાષ્ટ્રના અનેક નેતાઓએ પણ વિરોધ નોંધાવ્યો છે. ત્યારે તમામ રાજકીય વિવાદો વચ્ચે યૂટ્યૂબ પર ટ્રેન્ડ કરી રહેલું આ ટ્રેલર હવે નજર નથી આવી રહ્યું. જેને લઈને ફેન્સે પણ ફરિયાદ કરી છે. જેના બાદ અનુપમ ખેર ગુસ્સે ભરાયા છે અને ટ્‌વીટ પર પોતાનો પક્ષ મુક્યો છે.

અનુપમ ખેરે ટિ્‌વટમાં લખ્યું કે- “ડિયર યૂટ્યૂબ મને ઘણા ફોન અને મેસેજ આવી રહ્યા છે કે દેશની ઘણી જગ્યાએ યૂટ્યૂબ પર ‘ધ એક્સિડેન્ડલ પ્રાઇમ મિનિસ્ટર’નું ટ્રેલર સર્ચ કરવા પર દેખાઇ નથી રહ્યું કે પછી ટ્રેલર ૫૦માં ક્રમે છે. અમે નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યાં હતા. કૃપા અમારી મદદ કરો. હાલમાં યૂ-ટ્યૂબ પર ટ્રેલર ૧૮ નંબર પર ટ્રેંડ કરી રહ્યું છે.

Previous article’વૂમનિયા’ માટે હું શૂટર બનવાની તૈયારી કરી રહી છું : તાપસી પન્નુ
Next articleશાહિદ આફ્રિદીએ પાક. ટીમમાં વાપસીનો માર્ગ રોક્યો : બટ