આજથી સિડનીમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે આખરી ટેસ્ટ

756

અહીં આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાર મૅચવાળી બોર્ડર-ગાવસકર ટ્રોફી ટેસ્ટ-શ્રેણીની આખરી મૅચ (ભારતીય સમય મુજબ સવારે ૫.૦૦ વાગ્યાથી લાઇવ) શરૂ થશે. ભારતે શ્રેણીમાં ૨-૧થી અપરાજિત સરસાઈ મેળવી લીધી છે. રવીન્દ્ર જાડેજા મેલબર્નની ત્રીજી ટેસ્ટમાં સફળ રહ્યા હોવાથી રવિચન્દ્રન અશ્રિ્‌વન ઉપરાંત તેને પણ સિડનીની મૅચમાં લેવાશે કે કોઈ એક સ્પિનરને જ રમાડવામાં આવશે એ પ્રશ્ર્‌ન છે. રોહિત શર્મા પહેલી વાર પિતા બન્યો છે અને મુંબઈ પાછો આવી ગયો છે. ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા વિશે પણ સિલેક્ટરો વિચાર કરતા હશે.

ટીમ ઈન્ડિયા ગુરૃવારથી ઓસ્ટ્રેલિયા સામે સીડનીમાં શ્રેણીની ચોથી અને આખરી ટેસ્ટ મેચ રમશે. ભારત ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ૨-૧થી સરસાઈ મેળવી ચૂક્યું છે. સીડનીમાં જો જીત મળશે તો ટીમ ઈન્ડિયા ૩-૧થી શ્રેણી વિજય મેળવશે. આ સાથે કોહલી ભારતના ૭૬ વર્ષના ઈતિહાસનો એવો સૌપ્રથમ કેપ્ટન બની જશે કે જે વિદેશની ભૂમિ પર બે ટેસ્ટ સિરીઝમાં ૩-૩ જીત્યા બાદ શ્રેણી જીતી હોય. ઓસ્ટ્રેલિયા અગાઉ કોહલીની કેપ્ટન્સીમાં ભારત ૨૦૧૭માં શ્રીલંકા પ્રવાસમાં ૩-૦થી ટેસ્ટ શ્રેણી જીત્યું હોય.

અત્યાર સુધી એશિયાની બહાર એક ટેસ્ટ સિરીઝમાં ત્રણ મેચ જીતવાનો ભારતીય રેકોર્ડ કેપ્ટન મંસૂર અલી ખાન પટૌડીના નામે છે. જેમની આગેવાનીમાં ભારત ૧૯૬૭-૬૮માં ન્યુઝીલેન્ડની ભૂમિ પરની ટેસ્ટ સિરીઝમાં ૩-૧થી વિજેતા બન્યું હતુ. આ પછી કોહલીને રેકોર્ડ બુકમાં સ્થાન મળી શકે તેમ છે.

ભારત જો સીડનીમાં ચોથી ટેસ્ટ જીતશે તો શ્રેણીમાં ૩-૧થી વિજય પ્રાપ્ત કરશે. આ સાથે કોહલી ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર ત્રણ ટેસ્ટ જીતનારો ભારતીય કેપ્ટન બની જશે. તે આવી સિદ્ધિ મેળવનારો એશિયાનો સૌપ્રથમ કેપ્ટ બની જશે.

Previous articleઆગામી ૩ દિવસમાં ઠંડી વધશે, કાશ્મીર અને હિમાચલમાં ભારે બરફવર્ષાની આગાહી
Next articleસબરીમાલા મંદિરની વર્ષો જૂની પરંપરા તૂટીઃ બે મહિલાએ પ્રવેશ કરી દર્શન કર્યાં