વિજ્ઞાનને સત્ય સિવાય કશુ ખપતુ નથી : ખગોળ વૈજ્ઞાનિક જીતેન્દ્ર રાવલ

809

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સોણસરા ખાતે વાર્ષિકોત્સવ પ્રસંગે યોજાયેલા નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાન માળામાં પ્રસિધ્ધ ખગોળ વૈજ્ઞાનિક જિતેન્દ્ર રાવળે કહ્યું કે, વિજ્ઞાનને સત્ય સિવાય કશું ખપતું નથી, જે વિસ્તરતું પણ હોય છે.

નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાન માળાના સત્તાવનમાં મણકાના બે વ્યાખ્યાન આજે પ્રસિદ્ધ ખગોળ વૈજ્ઞાનિક જિતેન્દ્ર રાવળ (જે.જે.રાવળ) દ્વારા સત્યએ જ પરમેશ્વર અને વીજ્ઞાન યુગ વિષય પર આપવામાં આવ્યા. રાવળે તળપદા પ્રસંગો,  ઉદ્દાહરણો સાથે કહ્યું કે ધર્મગ્રંથો પોતાના સિવાયના સત્યનો સ્વીકાર કરતા નથી, જયારે વિજ્ઞાનને અન્ય સિવાય કશું ખપતું નથી આને તે તેવું પરિક્ષણ કરે છેત થા જે વિસ્તરતું પણ હોય છે. સત્ય અને ઈશ્વર પ્રત્યેક માર્ગથી મળે છે, જો તે પામવું હોય તો ! અલગ ક્ષેત્રના અલગ સત્યો નેય છે, કોઈપણ ક્ષેત્ર ભાષા, તત્વ વગેરે તેના સત્યને શોધતા રહે છે. વૈજ્ઞાનિકનું સત્ય પરિવર્તન શીલ હોય છે. છતાં સત્ય જ રહે છે. પુર્ણ સત્ય પામવું અધરૂં રહેલું છે. અહિં બપોરે પછીના ભાગના વ્યાખ્યાનમાં જિતેન્દ્ર રાવલે કહ્યું કે સત્ય સાથે ઘણ સમજવું જરૂરી છે. તેમણે ચિત્રપટ દર્શન સાથે પૃથ્વી, બ્રહ્માંડ, નિહારિક વગેરે વિરાટ દર્શન સમજ આપા. તેમણે કહ્યું કે કોઈ એવી જગ્યા નથી જયા ચુંબકીય તત્વના હોય, એ જ નાસ્યા કરે છે અને સંગીત આપે છે. તેમણે છેલ્લે કહ્યું કે વિજ્ઞાનને વિવેક, જ્ઞાન સાથે અધ્યાત્મની જરૂર છે. વિજ્ઞાન વિનાશ નથી કરતું માનવીની વિકૃત બુધ્ધિથી નાશ થાય છે.

વાર્ષિકોત્સવ પ્રસંગે પ્રારંભે સંસ્થાના વડા અરૂણભાઈ દવેએ આવકાર પરિચય ઉદ્દબોધન દરમિયાન સત્ય હંમેશા સત્ય જ રહેવાનું તે કયારેય ઝાંખુ પડવાનું નથી તેમ કહી સંસ્થાની કેટલીક વિકટ સ્થિતિમાં પણ ભુતપુર્વ વિદ્યાર્થીઓ અને કાર્યકરોના સહયોગને બિરદાવ્યો અને નવી શિક્ષણ પ્રણાલીમાં આગથળ વધવા અંગે જણાવ્યું લોકભારતી ગ્રામ વીદ્યાપીઠ સણોસરા ખાતે આજે વાર્ષિકોત્સવ પ્રસંગે સંસ્થાના નિયામક હસમુખભાઈ દેવમુરારીએ વર્ષ દરમિયાનની સંસ્થાની સુંદર પ્રવૃત્તિઓ અંગે અહેવાલ આપેલ. આ પ્રસંગે કાંતિભાઈ ગોઠીએ સંદેશા વાચન કર્યુ હતું. સંચાલન નિતિનભાઈ ભિંગરાડિયા તથા વિશાલભાઈ જોષી રહ્યા હતાં. આ કાર્યક્રમમાં ભાવનાબેન પાઠક તથા મહેશભાઈ પરમાર સાથે સંગીત વૃંદે પ્રારંભ શાંતિપાઠ તેમજ અન્ય ગીત, સાર્ય પ્રાર્થના રજુ કરેલ.

 

Previous articleસરકાર રામ મંદિર માટે કાયદો બનાવે, કોર્ટના નિર્ણયની વધુ રાહ ન જોઈ શકાય : વીએચપી
Next articleચકમપર પ્રાથમિક શાળા ખાતે તમાકુ મુક્ત શાળા કાર્યક્રમ