જિંદગીમાં ૧૯-૨૦ થાય પણ હવે વીસ-ઓગણીસ(૨૦૧૯) થશે

0
569

જોત જોતામાં અને હસતાને રમતા ક્યારે ૨૦૧૮નું વર્ષ પૂરું થઇ ગયું તેની તો ખબર જ ન રહી હજી તો એમ હતું કે જાન્યુઆરી છે ત્યાં તો માર્ચ આવી ગયો થોડા સમય પછી એમ થયું સપ્ટેમ્બર નવરાત્રી છે અને ત્યાં તો દિવાળી આવી ગઈ, દિવાળી ઉજવીને બેઠા તો થયું ચાલો હજી ૨ મહિના બાકી છે ત્યાંતો ક્રિસમસ આવી ગઈ અને ત્યાં તો પતિ ગયું થોડુંક સારું થોડુંક ખરાબ થોડું ઠંડુ થોડું ગરમ એવું અલગ અલગ લોકો માટે અલગ અલગ અનુભવ વાળું ૨૦૧૮ નું વર્ષ પૂર્ણ થયું. વર્ષ ૨૦૧૮ પૂર્ણ થયાની સાથે લોકો દ્વારા ૨૦૧૯ ના નૂતનવર્ષનાના વધામણાં રૂપે સાલમુબારક કરીને નવલા નૂતનવર્ષની શુભકામના પાઠવી હતી. સાલમુબારક સાથે આ વર્ષે લોકોને શાલમુબારક પણ જરૂરથી કેહવું જ પડશે. સાલમુબારક અને શાલમુબારક અટવાય ગયા કે શું ? આ વર્ષે તમને સાલમુબારક ૨૦૧૯ માટે અને શાલમુબારક (ઠંડીથી ઠુંઠવાયેલા લોકોમાટે શાલ). હવે આપણા દેશમાં દરેક ઋતુ અસહ્ય પ્રમાણમાં પડે છે તે પછી ઠંડી,ગરમી કે વરસાદ. સતત વધી રહેલ ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વી પરનો બરફ સતત ઓગળી રહ્યો છે તેથીજ દિવસેને દિવસે અસહ્ય દરેક ઋતુનો સામનો કરવો પડે છે. પોતાના ફાયદા માટે વૃક્ષઓનું નિકંદન, હવામાં ફેલાવતું પ્રદુષણ અને વગર જરૂરે પાણી અને વીજળીનો થતો બગાડ આ બધા પ્રાથમિક કારણો છે દિવસેને દિવસેને વધતા જતા પ્રદૂષણને આગળ વધારવામાં મદદરૂપ થાય છે. આતો વાત થઇ શાલમુબારકની હવે આપણે વાત કરીએ શાલમુબારક એટલે કે ગઈકાલથી ૧૨ મહિનાનો પ્રથમ મહિનો અને તેની પ્રથમ તારીખ ૦૧.૦૧.૨૦૧૯. ૩૧સ્ટ ડિસેમ્બરની રાત્રિને જોષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરીને લોકોએ નવાવર્ષની મંગલ પ્રભાતને સાથે નવા ક્રિશ્ચન વર્ષને આવકાર આપ્યો છે. સ્વાભવિક છે નવું વર્ષ છે એટલે લોકોના નવા લક્ષયાંક હોય છે અને નવા નવા સપના હોય છે તો આજ સપનાને સિદ્ધ કરવા લોકો આજથીજ તેમાં ગળાડૂબ થઈને તેને પ્રાપ્ત કરવા માટે અખૂટ પરિશ્રમ કરશે. આમ જોવા જઈએ તો મનુષ્યની આખી જિંદગી પરિશ્રમ જ છે, ડગલેને પગલે જીવનની દરેક ક્ષણે તે પછી સુખદ હોય કે દુઃખદ દરેક સમયે આપણે આપણા અને આપણા પરિવાર માટે જુમવું પણ પડે છે અને જજુમવું પણ પડે છે એટલે કે હસતા કે રડતા બન્ને યાદનોને ધ્યાનમાં રાખીને જીવન વિતાવવું પડે છે. સ્વાભવિક છે કે નવું વર્ષ ચાલુ થયું છે તો સહુ કોઈને આશા અને અપેક્ષા હોય છે સહુ કોઈને આગળ વધવાની અને વધારે ધનિક બનવાનીજ આશા હોય છે અમીર ને વધારે અમીર બનવાની, મધ્યમ વર્ગને લખપતિ બનવાની અને લાખપતિને કરોડપતિ, ટૂંકમાં કહીએ તો બધાને બનવું છે તે પછી મૂર્ખ, પતિ કે લખપતિ આ જેના પાર જે લાગતું હોય તે લગાડી દેવું. બસ તો આજના લેખને આપણે અહીજ પુર્ણાહુતી કરતા આજના ૨૦૧૯ ના બીજા દિવસેનો મંગલ પ્રારંભે આપ આ લેખને વાંચી રહ્યા હસો ત્યારે સ્વામી વિવેકાનંદના એક જ સદવચનને ધ્યાનમાં લઈને લાગીએ જઈએ આપણા ધ્યેય અને લક્ષય સુધી પહોંચવા માટે અને જેમ હવન કુંડમાં બીડું હોમવાનું હોય એવીજ રીતે આપણે પણ આપણા જીવનમાં પુરુષાર્થના બીડા હોમવા સાથે ” ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી માંડ્યા રહો એટલે કે સતત ને સતત જ્યાં સુધી તમારો લક્ષય સિદ્ધ ન થાય ત્યાં સુધી પ્રયત્નશીલ રહો. આમ આજના લેખના શીર્ષકને અનુસરતા એક સરસ એવા રમૂજ થાય છે કે જમવામાં કે કલર કામમાં કે પછી સાડીની ફોલમાં કે બ્લાઉઝના અસ્તરમાં થોડું ઘણું આમ તેમ ચાલે છે એટલે થોડો ઘાટો કે જાંખો એટલે કે લાઈટ કે ડાર્ક કલર હોય તો ચાલે છે. જેમ આપણે તૈયાર થયા હોય ત્યારે આપણે સજવા ધજવામાં કોઈક વસ્તુ ઓછી હોય તો આપણે તેના સ્પરેવીલ તરીકેની વસ્તુનો ઉપયોગ કરીને આપણે આપણા કામને ચલાવી લઈએ છીએ જેને આપણે ૧૯-૨૦ કહીએ છીએ, પરંતુ હાલનું વર્ષ ૧૯૨૦ જેવું નથી કે જેમ તેમ કરો તો ચાલશે આ વર્ષ વિસ-ઓગણીસનું ૨૦૧૯ છે માટે આપણે પણ ઝટપટ તૈયાર થઈને લોકો શું કહેશે એની સામે ન જોતો આપણા લક્ષયાંકને એકલવ્ય જેવો રાખીશુ ત્યારે આપણે આપણા માટે આપણા પરિવાર માટે અને જરૂર પડે ત્યારે સમાજ અને દેશ માટે મદદગાર અને ઉપયોગી બનીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here