ગાંધીનગર શહેરમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટકકર : પ્રચાર જોરમાં

1025
gandhi5122017-4.jpg

ગાંધીનગર શહેર અને તેમાંય ખાસ ગાંધીનગર ઉત્તરની બેઠકમાં પ્રચારમાં ગર્મી આવી ગઈ છે. અહીં ભાજપ-કોંગ્રેસની સીધી ટકકર હોઈ, બંન્ને તરફથી પ્રચારમાં પૂર્ણ શક્તિ જોકી દેવામાં આવી છે તથા બંન્ને ઉમેદવારી પ્રચારમાં એડીચોટીનું જોર પણ લગાવી રહ્યા છે. 
ભાજપમાંથી અશોકભાઈ પટેલને રીપીટ કરવામાં આવ્ય્‌ છે તેમની પાસે પાંચ વર્ષમાં કરેલા કામોનો હિસાબ-જમાપાસુ છે. તો બીજી તરફ કોંગ્રેસે જુના અને શહેરના જાણીતા સી. જે. ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. જેમને રાજપૂત સમાજે ટેકો જાહેર કર્યો હોવાથી એન જિલ્લામાં એકમાત્ર રાજપૂત ઉમેદવાર ભાજપ અને કોંગ્રેસમાંથી પસંદ થયો હોવાથી સમાજનું સમર્થન તેમનું જમા પાસુ છે. 
બીજી તરફ એડવોકેટ એવા કે. બી. વાઘેલાએ જનવિકલ્પમાંથી ગુણવંત પટેલે આપમાંથી અને ભાજપની ટીકીટ માંગનાર રહિમ હબીબભાઈ ઉર્ફે રોહિત નાયાણીએ ભાજપની ટીકીટ નહીં મળતા એનસીપીમાંથી જુકાવ્યું છે. આમ ભાજપની ઉત્તરની બેઠકનું પ્રચાર કાર્ય હવે જોરશોરથી ચાલ્યું છે. તેમાંય ભાજપ અને કોંગ્રેસ બંન્ને તરફથી પૂર્ણ શક્તિથી એકબીજાને ટકકર આપવા માટેનો પ્રચાર કાર્યનો પ્રારંભ થઈ ગયો છે. 

Previous articleશહેરમાં ઠંડીનું પ્રમાણ વધતાં માનવ-પશુ પર પણ અસર
Next articleસુર્યસેનાનાં પ્રદેશ પ્રમુખ પદે દિપકભાઈ કાઠીની નિયુક્તી