સિહોર રેલ્વે સ્ટેશનનાં પ્રશ્નો અંગે ડીઆરએમ સમક્ષ રજુઆત

615

સિહોર રેલ્વે સ્ટેશનનાં વિવિધ પ્રશ્નોનાં ઉકેલની માંગ સાથે સિહોર ભાજપનાં આગેવાનોએ રેલ્વેનાં ડીઆઈએમ સમક્ષ લેખીત રજુઆત કરી હતી.

ડિવિઝનલ રેલ્વે મેનેજર રૂપા શ્રીનાવસને સિહોર શહેર ભાજપ મહામંત્રી હિતેશભાઇ મલુકા,નગર પાલિકા ના ઉપપ્રમુખ ચતુરભાઈ રાઠોડ, સભાસદ વિક્રમભાઈ નકુમ, અશોકભાઈ વાળા દ્વારા સિહોર રેલ્વે સ્ટેશન માં મુસાફરો ને પડતી મુશકેલી ઓ અંગે રજુઆત કરવામાં આવી જેમાં મુખ્યત્વે  સિહોર રેલ્વે સ્ટેશનમાં કેમેરા મુકવા  ઘાંઘળી રેલ્વે ફાટક દિવસ દરમ્યાન વારંવાર બંધ થતુ હોય જે અંગે ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બનાવવા અંગે સિહોર રેલ્વે સ્ટેશનમાં પાર્કિગ વ્યવસ્થા બનાવવા  સિહોર રેલ્વે સ્ટેશનમાં ટિકિટબારી ની સામેની બાજુ જગ્યા ફાળવી નવી પોલિસ ચોકી બનાવવા  રેલ્વે ટ્રેક નં.૧ પરથી ટ્રેક નં.૨ પર જવા માટે ઓવરબ્રીજ બનાવવા  નેસડા રોડ ફાટક નં ૨૦૫ટ પર અંડરબ્રીજ મંજુર થયેલ હોય જેનુ કામ ત્વરીત શરૂ કરવા  કેન્દ્ર સરકાર દ્વારા નજીક ના ફાટક વચ્ચે લિંક રોડ મંજુર થયેલ હોય જે અંગે નેસડા ફાટક થી ખાખરીયા ફાટક વચ્ચે લિંક રોડ બનાવવા બ્રાન્દ્રા-ભાવનગર તેમજ અન્ય ટ્રેનો માંથી મુસાફરો ને ઊતરવા માટે મુશકેલી પડતી હોય પ્લેટર્ફોમ લંબાવવા તથા રિર્ઝવેશન કર્લાક ની નિમંણુક કરવા રજુઆત કરવામાં આવી હતી.

Previous articleહિંડોરણા નેશનલ હાઈવેના પુલનું સત્વરે ડાઈવર્જન કાઢવા રજુઆત
Next articleસ્વામી નિર્દોષાનંદ હોસ્પિ.નાં નિવૃત થતા ડોકટરનું સન્માન