સૌની યોજના તળે બોરતળાવ ભરાશે – જીતુ વાઘાણી

1015

ભાવનગરની જીવાદોરી સમા શહેરના ગૌરીશંકર સરોવર (બોરતળાવ) તેમજ શેત્રુંજીને સૌની યોજના લીક-ર અંતર્ગત રૂા. ૧પ૮ કરોડના ખર્ચે નર્મદાના નીરથી છલોછલ ભરાશે જેની રાજય સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે ત્યારે હવે ભાવેણાનો પાણી પ્રશ્ન ભુતકાળ બનશે તેમ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.

આજે સમગ્ર ગુજરાતમાં નર્મદાના  નીર ઘર – ઘર સુધી પહોંચ્યા છે ત્યારે નવુ વર્ષ ભાવેણા માટે આનંદના સમાચારો લઈને આવ્યું છે. સૌની યોજના અંતર્ગત ગુજરાતની ભાજપા સરકારે અનેક ગામોના ડેમો નર્મદાના નીરથી ભર્યા બાદ લીક-રના બીજા ફેઝના કાર્યમાં ભાવેણાના બોરતળાવને જોડવાની મંજુરી આપી ૧પ૮ કરોડ રૂા. મંજુર કરતા ભાવેણાનો પાણી પ્રશ્ન કાયમી ભુતકાળ બનવા સાથે ભાવેણાનું ગૌરવ એવું ગૌરીશંકર સરોવર ટુંક સમયમાં નર્મદાના નીરથી છલોછલ ભરાશે. આ અંગે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધયક્ષ અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે એમના સહિત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા,  મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર મનહરભાઈ મોરી, શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી સહિત સમગ્ર ભાજપાના તમામ સ્તરના નેતૃત્વની અવાર-નવારની રજુઆતોને ધ્યાને લઈ રાજયની વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારે ભાવેણાને નવા વર્ષની ભેટ આપતા ભાવેણાના ગૌરવ સમાન અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીના સ્વપ્નનું બોરતળાવને લીંક-ર અંતર્ગત જોડાણ કરી બોરતળાવને નર્મદાના નીરથી ભરવાનું નક્કી કરી મંજુરી આપી આ કાર્ય માટે રૂા. ૧પ૮ કરોડ મંજુર કરાતા ભાવેણાનું બોરતળાવ થોડા સમયમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરથી છલોછલ ભરાશે.

આજે લીધેલા તેમના ભાવેણાલક્ષી નિર્ણયથી ભાવેણાને ખુબ મોટો ફાયદો ભવિષ્યમાં થવાનો છે જેમાં સૌની યોજના અંતર્ગ્ત રંઘોળાથી પ૮ કી.મી.ની લાઈન દ્વારા શેત્રુંજી અને બોરતળાવ કાયમી રીતે નર્મદાના નીરથી ભરાતું રહેવાના કારણે ભાવેણાનો પાણી પ્રશ્ન કાયમી માટે ભુતકાળ બનતા ભાવેણાની પાણીની સમસ્યાનો કાયમી અંત આવશે. બીજું આ બન્ને જળસ્ત્રોતો કાયમી જીવંત બનતા ખેતી માટે નિયમીત પાણી આપી શકાશે જેને કારણે ભાવેણું અને શેત્રુંજીની આજુબાજુના ગામડાઓનો ખેડુત સમૃધ્ધ બનશે અને ભાવનગર જિલ્લામાં  હરિયાળી ક્રાંતી સર્જાશે. આ ઉપરાંત ભાવેણામાં હાલનું વપરાતું મહી-પરીએજનું પાણી કોસ્ટ વાઈઝ ખુબ મોઘું પડે છે જયારે બોરતળાવથી લાવવામાં આવનાર પાણી ભાવેણાને સસતુ પડતા હાલમાં પાણી પાછળ મહાનગર સેવા સદનના ૪પ કરોડ રૂા. ખર્ચાય છે જેમાં વાર્ષિક રૂા. ૧૮ કરોડની બચત થશે જે ભાવેણાના વિકાસ માટે અન્ય જગ્યાએ વપરાતા ભાવેણું વધુ સમૃધ્ધ બનશે. વધુમાં બોરતળાવ કાયમી માટે ભરેલું રહેવાને કારણે ડુબીની જમીન સહિત અનેક પ્રશ્નોનું નિરાકરણ આવશે અને ભાવેણાના બોરતળાવની આજુબાજુના ત્રણ-ચાર કી.મી. વિસ્તારના ચાર વોર્ડ બોરતળાવ, ચિત્રાફુલસર, કાળીયાબીડ, વડવા-અ એમ ચાર વોર્ડના લોકો માટે પાણીના તળ ઉચા આવશે અને ગૌરીશંકર સરોવર ભરેલુ રહેવાના કારણે ભાવેણાના પર્યટન સ્થળનો વિકાસ થશે.

Previous articleગરીબ કલ્યાણ મેળામાં ર૩.પ૭ કરોડની સહાયનું વિતરણ
Next articleજમીન માઈનીંગ : મહુવાના નીચા કોટડા સહિત ગામો સજજડ બંધ