મંદિર મસ્જિદને દાનની નહિ પણ માનવીને ધાનની જરૂર છે

959

ભારત દેશની ઓળખ ભૂતકાળમાં સોને કી ચીડિયા નામથી થતી હતી કહેવાય છે કે આપણા દેશની અંદર વિપુલ પ્રમાણમાં કુબેરનો ખજાનો ખજાનો હતો જેના બળે અંગ્રેજો વર્ષો સુધી આપણા દેશ પર રાજ કર્યું હતું, કદાચ એટલેજ ગુજરાત રાજ્યના સુરત શહેરને મહારાજા શિવજીએ ૭ વખત લુંટ્યું હતું. આટ-આટલી વાર ભારત દેશ લુંટાયો અંગ્રેજો દ્વારા મુગલો જેવા લોકો આપણા પર રાજ કરી ગયા તેમ છતાં આપણા દેશમાં હજી પણ ધનની કોઈ કંઈ નથી. ભારતના ૧૦ મોટા મંદિરની અવાક ગણો તમે તો તો ભારત દેશનું વાર્ષિક બજેટ ૨૪,૦૦૦ કરોડનું છે અને એક સંશોધન મુજબ આનાથી ૩ ગણી એટલે કે ૨૪૦૦૦ કરોડ ૩ એટલે ૭૨,૦૦૦,૦૦,૦૦,૦૦૦ (બોતેર હાજર કરોડ ) આસપાસ આ ૧૦ મંદિરની અંદર વાર્ષિક દાન મારફતે ધન આવે છે. સાઉથનું તિરૂપતિ બાલાજી, ગુજરાતનું સોમનાથ કે અંબાજી, મહારાષ્ટ્ર મુંબઈનું સિદ્ધિવિનાયક, કે શબરીધામ શિરડી કે પછી દ્વારકાના જગન્નાથ કે પછી શનિદેવ મહારાજ આ બધાજ મંદિરમાં ભક્તોની અખૂટ આસ્થા જોડાયેલી છે જેના પ્રતાપે આ દેવ દેવીનો ધન ભંડાર ક્યારેય ખૂટો નથી. ભગવાન પ્રત્યેની આસ્થા અને ભક્તિ રાખવી તે સાચી અને સારી વાત છે પણ વિચારો આ બધા ભગવાન ક્યારે થયા કે જયારે તેમને સંસાર પરથી મોહ માયા છૂટી ગઈ અને ધર્મ પ્રત્યે વૈરાગ્ય લાગ્યો મતલબ સીધી ભાષામાં સમજીએ તો ભગવાનને એક પણ ધનના ઢગલા, સોનાનું મુગટ કે સોનાના સિંહાસન આમથી એક પણ વસ્તુની ઈશ્વરને જરૂર નથી કેમ તે પ્રત્યેક્ષ આપણી સાથે છે જ નહિ હા પરોક્ષરૂપે તેઓ આપણને અંતરિક્ષમાંથી આશિર્વદ આપતા જ રહે છે. હવે વાત કરીએ આપણે કે ૭૨,૦૦૦ કરોડ રૂપિયાના માલિક આ અલગ અલગ મંદિરના પ્રભાવે આપણા દેશના અનેકે નાણાંકીય સંસ્થાને જયારે જયારે પૈસાની જરૂર પડે છે ત્યારે ત્યારે આ મંદિર દ્વારા તેમને મદદ પુરી પાડવામાં આવે છે વળી આ મંદિરના ભક્તજનો ફક્ત આપણા ભારત દેશમાં નથી વસતા આપણા દેશમાં તો ખરા સાથો સાથ વિદેશમાં વસતા તમામ હિન્દૂ મુસ્લિમ અને ખ્રિસ્તી ભક્તજનો દ્વારા વિદેશમાં રહેવા છતાં તેમના માનીતા દેવી દેવતાને પ્રસાદીરૂપે દાન આપવામાં આવે છે. આપનો દેશ એટલે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ કે જ્યાં લોકો દરેક કાર્ય કરતા પેહલા ઈશ્વરને પૂજે છે. દરેક જાતિ અને જ્ઞાતિના સમાજમાં અનેક મોભીઓ છે કે જેની પાસે અખૂટ સંપત્તિ ભરેલ છે તો આવા દરેક સમાજના મોભીઓ આગળ આવીને પોતાના સાધર્મિક ભાઈબંધ કે સ્નેહજનોને મદદરૂપ બનતા બીજાના સમાજ માટે નહિ પરંતુ પોતાના સમાજ માટે શારીરિક, માનસિક અને આસથિક શાંતિ મળે તે હેતુ સાથે સમાજની હોસ્પિટલો અને ભોજનાલય જો ખોલવામાં આવે તો સમાજનો સારો એવો વર્ગ નજીવા દર પર પોતાનું ભરણપોષણ કરી શકે અને સાથો સાથ પોતાના ખર્ચ પર કાબુ મેળવીને સારી એવી શારીરિક સુવિધાનો પણ લાભ ઉઠાવી શકે છે. પટેલ સમાજ અને જૈન સમાજ દ્વારા આવા અનેક ઉમદા પ્રયોસો ભૂતકાળમાં અને વર્તમાનમાં કરવામાં આવેલ છે અને અત્યારે પણ થાય છે બસ આવીજ રીતે જો દરેક સમાજ આના પરથી પ્રેરણા લઈને જન સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને પોતાનામાં શીરીને પોતાની જ્ઞાતિ અને સમાજને આગળ લાવા માટે આવા પ્રયોજન કરવામાં આવશે તો આપણા દેશની અંદર ગરીબી અને ભૂખમરો જે વધી રહ્યો છે તેમાં ખુબજ ઝડપથી ઘટાડો નોંધવામાં આવશે, વળી આટ-આટલા વર્ષો સુધી દાનની રકમ જે જમા થઇ છે તેના ફક્ત વ્યાજના પૈસા ગણવામાં આવે તપ તેના પર જ વર્ષોના વર્ષ આ મંદિરો ચાલી શકે એમ છે તો પણ કોઈની અસ્થાને ઠેસ ન પોહ્‌ચ્તા જે પણ વ્યક્તિ પોતાનો દેવ દ્રવ્યોનો હિસ્સો વાપરવા ઇછતો હોયે તે ૫૦-૫૦% એટલે ૫૦% દાનમાં અને ૫૦% માનવીના ઉથાન માટે વાપરે તો કદાચ જામનગરમાં થયેલ એકજ પરિવારના ૫ સભ્યોની આત્મહત્યા જેવા કિસ્સાઓ ધીમે ધીમે બંધ પામશે અને સમગ્ર શ્રુષ્ટિ પર દરેક સમાજ પ્રગતિ પામશે અને દેશમાં સારી એક અર્થવ્યવસ્થા અને રોજગારીનું નિર્માણ થશે અને જેના પરિણામે કોઈ પણ જ્ઞાતિ કે જાતિને આંદોલનની જરૂર નહિ પડે અને વખતો જતા આજ સ્થિતિ આપણા દેશને વિશ્વસત્તા પર પોહ્‌ચાડવા માટે સફળતાની સીડીરૂપે સિદ્ધ થશે.

Previous articleજમીન માઈનીંગ : મહુવાના નીચા કોટડા સહિત ગામો સજજડ બંધ
Next articleબસ અબ મંદિર નિર્માણ કા સમય હૈ !