કુડાસણમાં બનતી હોસ્પિટલ પાસેની ગંદકીના ઢગ ખડકાયા

744

કુડાસણમાં આવેલા પ્રતિક મોલની પાછળ આકાર પામી રહેલી સ્વામિનારાયણ હોસ્પિટલની પાસે છેલ્લા ચાર માસથી ગંદકીના ઢગ થયા છે. ઉપરાંત દુષિત પાણી ભરાઇ રહેતું હોવાથી રોગચાળો ફેલાવવાની દહેશત ઉર્જાનગર, સીમંધર અને સનરાઇઝ બંગ્લોઝના રહીશોમાં ઉઠવા પામી છે. ગંદકીની સફાઇ કરવામાં નહી આવે તો સ્થાનિકો દ્વારા જન આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

દેશમાં આઝાદીનો પ્રાણ ફુંકનારા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં સ્વચ્છતા અભિયાન ની મુહિમ ચલાવવામાં આવી રહી છે.

ઉપરાંત દેશભરના રાજ્યોની મહાનગર પાલિકાઓ તેમજ મેટ્રો શહેરોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રેડ આપીને ગ્રાન્ટ આપવા સહિતની યોજના અમલીકૃત કરી છે. સ્વચ્છતા અભિયાનની મુહિમ ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં ચલાવવામાં આવી રહી છે

Previous articleચોરીના બનાવો વધતાં સિવિલમાં હવે વધુ સીસીટીવી ફીટ કરાશે
Next articleએલઆરડી પરીક્ષામાં ગાંધીનગર ડેપોમાંથી ૬૦ જેટલી બસો દોડાવાશે