મોબાઈલમાં બેલેન્સ પુરાવતા પુરાવતા આંખમાં (બે- લેન્સ) આવી ગયા

0
717

દિવસ રાત બન્ને એક કરીને સતત પ્રગતિ અને વિકાસના સૂત્ર સાથે આપણો ભારત ટેક્નોલોજીના ક્ષેત્રે આગળ વધી રહ્યો છે એવામાં મોબાઈલ, લેપટોપ અને આઇપેડ ખુબજ મહત્વના શસ્ત્ર છે કે જે હાલના યંગ જનરેશનને પોતાની કારકિર્દી અને પોતાના કાર્યક્ષેત્રે આગળ આવા માટે સફળતાની સીડી સ્વરૂપે સાબિત થાય છે. વિજ્ઞાનના દરેક ઉપકરણોની ખાસિયત છે ઉપકરણ નાનું હોય કે મોટું તે અવિષાકરના જેટલા ફાયદા હોય છે તો આ આવિષ્કારને આપણે વિપરીત પ્રમાણમાં ઉપયોગ કરીએ તો તે આપણા જીવનને જોખમી અસર કરી શકે અને કદાચ તે આપણા શરીરના મહત્વના અંગ વગરના પણ કરી શકે છે. ૫ હજારથી લઈને ૫ લાખ સુધીની કિંમતમાં મળતા મોબાઈલ, લેપી અને આઇપેડ આપણને ઝટપટ જમવાનું, હારવાનું કે ફરવાનું કે પછી કોઈ પણ વસ્તુ,વ્યક્તિ કે જગ્યાની માહિતી આંખ જપકતા ૨૪ટ૭ અને ૩૬૫ દિવસ દુનિયાના ગમે તે ખૂણે ગમે ત્યારે મળી શકે છે. ટેક્નોલોજીના ક્ષેત્રે હાથો હાથ મિલાવો આજે દુનિયાના તમામ દેશના લોકો માથામાં કરી રહ્યા છે અને કરે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કેમ બુલેટ ટ્રેનની ઝડપે મશીન જયારે કામ આપતું હોય ધાર્યા કરતા ઓછા સમયમાં કામ થઇ જાય અને સમયનો સદુપયોગ થાય ત્યારે દરેક લોકો ટેક્નોલોજી માટે આકર્ષણ થાય તેમાં કોઈ નવાય નહિ પરંતુ જે રીતે આંધળા અને બેબાકળા બની આપણે આ સાધનનો ઉપયોગ કરી રહ્યા છે તે કદાચ નજીકના ભવિષ્યમાં આપણી જીવનયાત્રાને ટૂંકાવી શકે છે કેમ કે અતિશય પ્રમાણમાં લીધેલ અમૃત પણ ઝેર સમાન ગણાય છે. ઉદાહરણ આપીને આવાતને આપણે વધુ સમજીએ કે આજે ૭ વર્ષનો બાળકથી માંડીને ૭૦ વર્ષના મારા અને તમારા દાદા પાસે પહેરવા માટે એક કપડું ઓછું હશે મોઢામાં ચાવવા માટે ચોકઠું ભલે ન હોય પરંતુ દરેકના ખીચામાં ૫ થી લઈને ૧ લાખ સુધીના મોબાઈલ-લેપટોપ કે આઇપેડનો થેલકો અચૂક હશેજ. ઈન્ટરનેટ કે જે વૈજ્ઞાનિકની શોધ કે જેની પાસે દુનિયાના દરેક સવાલોના વિશાલ પ્રમાણમાં જવાબ છે એક નહિ તો બીજું અને બીજું નહિ તો ત્રીજું એમ સંખ્યાબંદ ઉપાયો છે તેના અને મોબાઇલ લેપટોપ જેવા સાધનોનો સમાગમ થાય ત્યારેજ આપણે આપણું કામ પૂરું પડી શકીએ છે અને દિવસ જતા જેમ જેમ લોકો મોબાઈલને પોતાનું રમકડું બનાવીએ રહ્યા છે તેમ તેમ ટેલિકોમ કંપની પણ પોતાના ગ્રાહકોને લલચાય એવા સ્કીમ આપીને પોતાના તરફ આકર્ષિત કરી રહ્યા છે તેથીજ જેમ જળ એ જીવન છે એવીજ દરેક વ્યક્તિની જૌરયાત એક સ્માર ફોન તે પણ અનલિમિટેડ ઈન્ટરનેટ સાથે. એક સર્વે પ્રમાણે જોવા જઈએ તો આજે દરેક ઘરમાં માણસ દીઠ અંદાજે એક સ્માર અવશ્ય જોવા મળશે અને જેના પરિણામે રાત રાત સુધી જાગીને લોકો ભણે પણ છે અને એવા નબીરાઓ પણ છે કે જો રાતો રાત સુધી આનો ઉપયોગ કરીને પોર્ન જેવા બિભસ્ત વસ્તુ જોઈને પોતાનું મનોરંજન પૂરું પાડે છે, એવા લોકો પણ છે કે જે ફરવા માટેની જગ્યા શોધે અને એવા લોકો પણ છે કે દુનિયામાં કેપીં, દારૂ અને હુક્કો કઈ જગ્યાએ મળે છે તે શોધે છે. એવા લોકો છે કે જેઓ પોતાના પૈસા એક બેન્કમાંથી બીજી બેંકમાં જમા કરાવે છે અથવાતો વિવિધ વાસ્તુના બિલનું ભુગતાન કરે છે અને સામે છેડે એવા લોકો પણ છે જેઓ આવા બિચારા અને નિર્દોષ વ્યક્તિના મોબાઈલ મારફતે તેમના બેંક એકાઉન્ટ હેક કરીને તેમના પૈસાને ચાઉં કરી જાય છે. ટેક્નોલોજીને વાપરનારા એવા લોકો છે કે જે પોતાની આવડતને દેખાડતા વિવિધ પ્રોજેક્ટ રજુ કરે છે અને એવા લોકો પણ છે કે સ્ત્રી કે પુરુષના નામે ફેક એકાઉન્ટ બનાવીને છોકરીઓના ખરાબ ફોટા મૂકીને તેમની જિંદગીને બરબાદ કરી નાખે છે. ટુંકને ટચ વાત કરીએ તો આ ટેક્નોલોજી દિવસ જતા માણસ માટે અભિશાપ બનીનેજ રહેશે આને જે રીતે આપણી આબાદી અને સફળતાનું કારણ આ છે તેવીજ રીતે વખત જતા આપણી નિષ્ફળતા અને બરબાદીનું કારણ પણ આજ હશે માટે સાવધ રહો સાવચેત રહો પોતાની આસ પાસની બનતી ઘટના વિશે સંપૂર્ણપણે માહિતી રાખો કોણ તમારો પીછો અને કોણ તમારી પર નજર રાખે તેની ચોકસાઈ કરો જેથી કરીને આવનાર દિવસોમાં તમે આના શિખર બનીને છેતરાય કે ભેરવાઈ જઈને આના તમે શિકારના બનો. હાલના તબક્કાને જોતો બેફામ રીતે આપણે જે રીતે આ માનવ સંશોધનોનો ઉપયોગ અને દુરુપયોગ કરીએ છે તેમ જોતો એક વિચાર ચોક્કસથી કહી શકાય કે દરેક માહિતી મેળવા માટે આપણે ઈન્ટરનેટનું બેલેન્સ પુરાવીને આપણા કોમ્પ્યુટર કે લેપટોપને આપણે આપણા કામની સ્પીડનું અને આપણી જરૂરત નું સાધન બનાવ્યું છે તેવીજ રીતે જે રીતે રાતી જાગો કરીને અને પોતાના ખાવા અને સુવાના સમયનો દુરપયોગ કરીને આપણે આની પાછળ વેડફીએ છીએ તેમ જોતા લાગે છે કે નજીક ન ભવિષ્યમાં તે આપણા શરીરના અંગને ચોક્કસ પ્રકારે નુકશાન પોંહચાડશે અને સૌ પ્રથમ તે આપણા આંખ અને હાથને ચોક્કસ નુકશાન પોંહચાડશે જ અને તેમાં પણ બીજા અંગ કરતા આંખને વધારે નુકશાન પોંહચાડશે અને જો વધુ પ્રમાણમાં આનો ઉપયોગ કરીશું તો તે આપણી આંખની રોશની કમજોર કરશે અને કદાચ તે આપણી આંખને મોતિયા તરફ કે પછી કાયમ માટે તેને ગુમાવા તરફ લઇ જય શકે છે માટે આપણે પણ આપણા શરીર પ્રત્યે સાવચેત બનીને તેન ઉપયોગ આપણા મોજ શોખ ખાતર જરૂરથી કરીએ પણ એટલો પણ ન કરીએ કે જેના પરિણામે કુદરતની કેહવત સાબિત થાય કે અતિને ન હોય ગતિ તો બસ ચોક્કસ એની જરૂરત મુજબ આનો ઉપયોગ કરીએ નહિ તો આ લેખના શીર્ષક સ્વરૂપે જો વધુને વધુ બેલેન્સ પુરાવીને આપણે મોબાઈલનો ઉપયોગ કરીશું તો ચોક્કસપણે કોઈકને બાળપણમાં, યુવાનીમાં કે વૃધાવસ્થામાં વગર વાંકે પગ પાર કુલ્હાડી મારીએ એમ આંખમાં ૨ લેન્સ એટલે કે ક્યાંકતો કોન્ટેક્ટ લેન્સ કે પછી ડાબલા જેવા ચશ્માં ચોક્કસરૂપે આવી શકે જ છે અને તે આપણી આંખની શક્તિને કાચી પડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here