ગાંધીનગરમાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ

609

ગુજરાતમાં પણ હવે દરેક વસ્તુની નકલી વસ્તુઓ વેચાવા આવી રહી છે. તાજેતરમાં ૩૧ ડિસેમ્બર હોવાથી ગુજરાતમાં દારૂની માગ વધતા અને પોલીસની ધોસ વધતા બુટલેગરો નકલી દારૂ બનાવી વેચતા હતા.

તેવામાં વાડજ ખાતે પોલીસે રેડ કરી નકલી દારૂની ફેક્ટરી ઝડપી પાડી હતી. અને હવે લોકો ખાવાની વસ્તુઓ પણ નકલી બનાવવા લાગ્યા છે. જેમાં સંદેશે તાજેતરમાં સફેદ દૂધનો કાળો વેપાર પર ઝુંબેશ ચલાવી હતી.

જે સફળ રહી હતી. અને હવે આજે ગાંધીનગર ખાતેથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે. ગાંધીનગરમાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે. ક્રાઈમ બ્રાંચે કલોલના છત્રાલમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડીને નકલી ઘી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ભૂમી એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં ફૂડ કલર તથા સોયાબીનના તેલનો ઉપયોગ કરીને નકલી ઘી બનાવવામાં આવતુ હતુ. ત્યારે ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે ફેક્ટરી પર દરોડા પાડ્‌યા છે, અને કલોલ તાલુકા પોલીસને સમગ્ર મુદ્દામાલ સોંપી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleફૂલપ્રુફ સુરક્ષા વચ્ચે આજે લોકરક્ષક દળની પરીક્ષા
Next articleમાણસાના વિધ્નેશ્વરીધામ પંચદેવ મંદિરમાં અન્નપૂર્ણા વ્રતની પૂર્ણાહુતિ